Gujarati

લાયન્સ ઇંગ્લીશ સ્કૂલમા 77 માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી

Written by krishnanewsnetwork

લાયન્સ ઇંગ્લીશ સ્કૂલ સેલવાસ (દા.ન.હ) ના પ્રાંગણમાં તા 15/ 08/2023 ના દિવસે 77માં સ્વતંત્રતા દિવસની  ઉજવણી  ખૂબ જ ભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે  કરવામાં આવી.
આ એકતા દિવસના પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ  માનનીય સભાપતિ મહોદય શ્રીમાન ફતેહસિંહજી ચોહાણે તેમના શુભ હસ્તે ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી. રાષ્ટ્રગાન અને ઝંડાગીત ગાવામાં આવ્યું. ત્યાં શાળાના  ટ્રસ્ટીગણ , શાળાના પ્રાભારી આચાર્યા  શ્રીમતી નિરાલી પારેખ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના પ્રાભારી આચાર્યા, ઉપઆચાર્યા, હવેલી ઈસ્ટીટયૂટ ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના પ્રાભારી આચાર્યા, પ્રાધ્યાપકગણ, શાળાના શિક્ષકગણ,અતિથિગણ તેમજ વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા હતા.
આ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓએ  શાળાના પ્રાંગણમાં દેશભક્તિના ગીતો ,નાટક, તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી શાળાનું વાતાવરણ દેશ ભક્તિમય બનાવી દીધું હતું.’મેરી મિટ્ટી મેરા દેશ’ આપણા વડાપ્રધાન મોદીજીના પ્રણ ને સાકાર કરવા હેતુ દા.ન.હ.મા લેવાયેલી ચિત્ર સ્પર્ધામા શાળાના વિજેતા વિદ્યાર્થીઓમા  પ્રથમ ક્રમ દેવેશ રાણા, દ્વિતીય ક્રમ રાજલક્ષ્મી શ્રીવાસ્તવ અને તૃતીય ક્રમ તેજલ કાલે એ પ્રાપ્ત કર્યા હતા તેમને સભાપતિ મહોદય દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા.ત્યારબાદ  સભાપતિ મહોદય શ્રી ફતેહસિંહજી ચૌહાણે આઝાદીના ગૌરવાન્વિત મહોત્સવ નિમિત્તે પ્રથમ બધાને શુભકામના આપી તથા પોતાના  વક્તવ્યમાં દેશને આઝાદી અપાવનાર મહાન નેતાઓના બલિદાનો વિશે અને દેશના શહીદોને યાદ કર્યા તથા દેશના વીર સૈનિકોને  યાદ કર્યા, જેઓ દિવસ રાત આપણી રક્ષા કરી રહ્યા છે. ત્યારબાદ બાળકોને પણ દેશમાં એકતા  અને અખંડતા જળવાઈ રહે તથા દેશ વધુ ને વધુ પ્રગતિશીલ બને એવી દેશભક્તિની સમજણ આપી. અંતમાં રાષ્ટ્રગાન ગાઇને મીઠાઈ વહેંચી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.

About the author

krishnanewsnetwork

Leave a Comment