

સરીગામ ગ્રામ પંચાયત ખાતે 77 માં સ્વાતંત્ર્ય દીન રાષ્ટ્રીય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. સરીગામના સેવાભાવી સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સરીગામના સ્વતંત્રસેનાની પરીવાર,તેજસ્વી તારલાઓ, યુવાનો અને સેવાભાવી લોકોનું સન્માનપત્ર આપી શાલ ઓઢાડી પુષ્પગુરછ આપી સરીગામ ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું. જેમાં (1) સ્વતંત્રસેનાની સ્વ. શ્રી રામચંદ્ર હરીહર ભટ્ટ પરીવારના શ્રી જયેસભાઈ નાયક (2)ડો. વિનય રવિન્દ્ર મિશ્રાજી (M.S., DNB-Ophthalmology) (3)શ્રીમતી પલકબેન પ્રિયંકભાઈ ભંડારી ( MSc,B.Ed.,Gold Medalist) (4) કુ. શર્વરી કૌસ્તુભ આરેકર ( Karate,Math Puzzle Olmpiyad- Gold Medalist) (5) શ્રી ભૈરવભાઈ મગનભાઈ ઠાકુર – (M.Tech, Best Paper Award- Katar-Doha) (6) કુ. ભાવના નેમારામ ચૌધરી – (1 st Rank-95%,12 th Commerce) (7) ડો. જય અશોકભાઈ પટેલ (MBBS) (8) શ્રી જયેશ શંકરભાઈ પટેલ (Social Worker) તેમજ (9) શ્રી દેવરાજ મહાનંદ ભટ્ટ ( Social Worker )નું મુખ્યત્વે સન્માન સરીગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સરીગામના સરપંચ દ્વારા સરીગામના સંપૂર્ણ અને સમતોલ વિકાસના કાર્યોની રુપરેખા રજુ કરવામાં આવી હતી. હમેંશા ખડેપગે સેવા કરનાર સરીગામ ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ કર્મચારીઓની કામગીરીને પણ બિરદાવામાં આવી.સરીગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વ નિમિતે ગ્રામજનોને મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી.
સરીગામ બાલાજી મંદીરના પ્રાંગણમાં લાયન્સ ક્લબ ઓફ સરીગામ-ભીલાડના માન. પ્રમુખશ્રી બાબુભાઈ લોઢાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું.
આ રાષ્ટ્રીય પર્વના શાનદાર કાર્યક્રમમાં સરીગામના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત,ઉપસરપંચ સંજય બાડગા, જીલ્લા પંચાયત વલસાડના દંડક શ્રી દિપકભાઈ મિસ્ત્રી, પંચાયત સભ્યશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રી વિરલભાઈ પટેલ,માજી સરપંચ શ્રી શૈલેષ કોમ્ભ્યા,વરીષ્ઠ આગેવાન શ્રી વિરેન્દ્રભાઈ ભટ્ટ (ગુરુજી),જમુકાકા,રાકેશ રાય,રાજેશ પાંચાલ, ડો.આશીષ આરેકર,ફારુકભાઈ, સાજીદભાઈ,ફરીદભાઈ, સંજય દુબળા, મુકેશ દુબળા,અરવિંદ બોબા,અરવિંદ રોહીત,શેખરભાઈ આરેકર,વિપુલ રાય,સતીષ કારભારી,ડો. નિરવ શાહ, મનમોહન શાહ,છબીલ કોળી,અરવિંદ કોમ,નાનુભાઈ વાડીયા,આરીફ બોળાતર,ગફારભાઈ,અલ્કેશ શાહ, પંકજ બોરદે, જતીન શાહ, અંકીત શાહ, VHP જીલ્લા પ્રમુખ શ્રી પિયુષ શાહ,દિનેશભાઈ રાઠોડ,હીરેન પટેલ,અજય મૌર્ય,રમજાનભાઈ, મકબુલ મેમણ,મહીલા અગ્રણી સોનલબેન,રેખાબેન બોરદે,કોકીલાબેન રાઠોડ,ગામના યુવાનો,શિક્ષક મિત્રો તેમજ મોટી સંખ્યામાં સન્માનીય ગ્રામજનો,પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહી દેશભક્તિમાં ઓતપ્રોત રહ્યા હતા. સરીગામ ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

