Gujarati

કલગામના ગ્રામજનો દ્રારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી

Written by krishnanewsnetwork

ઉમરગામ તાલુકાની કલગામ ગ્રામપંચાયત તથા ગુજરાત સિર્ઝરવ પોલિસ દળ -૧૪ કલગામ ના સંયુક્ત ઉપક્મે રાજ્યભરમા ચાલી રહેલા મારી માટી મારો દેશ અભિયાન કાર્યક્રમ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ઉમરગામ તાલુકાના કલગામ ખાતે આવેલા હનુમાન મંદિર તળાવ પર યોજાયેલા આ કાર્યક્રમા વલસાડ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલકાબેન શાહ અને સરપંચ રોહિતભાઈ હળપતિ ના હસ્તે અમૃત સરોવર પર શીલા ફલકમ નુ અનાવરણ કરવામાં આવ્યુ ,એસ.આર.પી કેમ્પ -૧૪ કલગામના ડી.વાય.એસ.પી એચ.વી.દેસાઈ, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ,ઉમરગામ એપીએમસી ના પ્રમુખ હર્ષદભાઈ છાજેલ,ઉપ પ્રમુખ પ્રકાશ પટેલ ઉમરગામતાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતિ પ્રતિમાબેન પટેલ,યુવા શક્તિના ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય,વલસાડ એસ.ટી. વિભાગના કર્મચારી મહામંડળના સેક્રટરી ધનસુખ પટેલ,ગામના અગ્રણી અશોક ઠાકુર વિગેરે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી,કલગામ પટેલવાડ ના માજી સૌનિક રામાભાઈ જોગી તથા નિવૃત્ત પોલિસ જવાન એવા સ્વ.બાવા ખુશાલ સોરઠી ,સ્વ.બાબુ ભાઈ સોમલના સોરઠી ના પરિવારજનો ને ગ્રામપંચાયત દ્રારા મરણોત્તર સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા,કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો એ દેશપ્રેમ અને વતન પ્રેમ અંગે આપણે દેશના અને ગામના નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારીઓ અદાકરી દેશની આઝાદીનું જતન કરવાની જવાબદારીઓ સાથે દેશના અનેક શહિદો અને સ્વાતંત્ર્યસેનાનિઓના બલીદાનો પ્રત્યે રૂણઅદા કર્યે એવી વતનપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામા હાજર ગ્રામજનો એ હાથમાં માટી લઈ સંકલ્પ કર્યો હતો.કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે પોલિસદળ ના પોલિસ જવાનો એ શિસ્તબધ્ધ રીતે પોલિસ બેન્ડ વગાડી રાષ્ટ્રગાન કરી સૌના હ્રદયજીતિ લીધા હતા કાર્યક્રમ ની આભાર વિધી ગ્રામપંચાયતના ઉપસરપંચ રસીક પટેલે કરી હતી કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ બારી તથા તલાટી કમ મંત્રી શૈલેષભાઈ બાંભણીયા એ કરી હતી, કાર્યક્રમના અંતમાં તળાવની પાળે ગ્રામજનો અને મહાનુભાવો ના હસ્તે ૨૦૦થી વધુ વૃક્ષો રોપી ને તળાવને હરિયાળુ બનાવવાનો સંકલ્પ કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમમાં એસઆરપી કેમ્પ-૧૪કલગામના પોલિસ જવાનો ની પરેડ સાથે પોલિસ અલગ અલગ કાર્યક્રમો સમયે વાગતી પોલિસબેન્ડ સૌ ગ્રામજનોમા આકર્ષણ નુ કેન્દ્ર બની રહેવા સાથે સમગ્ર તાલુકામાં કલગામ ગ્રામપંચાયત દ્રારા યોજાયેલ મારી માટી મારો દેશ કાર્યક્રમની અનોખી રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment