પોલીસ કમિશનરશ્રી તથા અધિક પોલીસ કમિશનરશ્રી સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૧, તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝન સુરત શહેરનાઓએ મિલક્ત સંબધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ સુચન કરી કર્યું હતું.તારીખ ૨૫/૦૭/૨૦૨૩ ના કલાક ૨૨/૦૦ થી તા.૨૬/૦૭/૨૦૨૩ કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદી રાકેશભાઇ હસમુખભાઇ શાહ નાઓના વરાછા સરસ્વતી સર્કલ ગિલીટવાળા બિલ્ડિંગ શિવાજંલી એપાર્ટમેન્ટની સામે આવેલ વર્ધમાન રિટેલ સ્ટોરના સાડા પાંય ટનના એ.સી ના બે આઉટડોર કંમ્પ્રેસર કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયેલ જે બાબતે તા. ૦૧/૦૮/૨૦૨૩ ના રોજ વરાછા પો.સ્ટે. ખાતે ફરીયાદ આપતા ચોરીના ગુન્હાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એન.ગાબાણી તથા સર્વેલન્સ પો.સ.ઇ. એ.જી.પરમાર નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અગલ અલગ ટીમ બનાવી ગુના શોધી કાઢવા સારૂ અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરેલ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો મહેશભાઇ રણછોડભાઇ બ.નં.૨૨૦૮ તથા અ.પો.કો ભરતભાઈ પાંચાભાઈ બ.નં.૪૪૮૭ નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે “વરાછા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૦૨૩૧૯૮૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે એ.સી.ના કમ્પ્રેસનની ચોરી કરતા ત્રણ અજાણ્યા ઇસમો એક બ્લ્યુ કલરનો ટેમ્પો લઇ ચોરી કરતા સી.સી.ટી.વી કેમેરાની ફુટેજમાં કેદ થયેલ જેમાંથી એક ઇસમ જેમાં ચોરી કરવા માટે આવેલ ટેમ્પાનો ચાલક હાલ રંગઅવધુત સર્કલથી વર્ષા સોસાયટીથી આગળ બાપાસીતારામ સર્કલ તરફ જતા રોડ પર ઉભેલ છે જેમા ટેમ્પાના ચાલકે શરીરે કાળા કલરનો શર્ટ તથા લાલ કલરનું પેન્ટ પહેરેલ છે વિગેરે હકિકત મળતા તપાસ કરતા બાતમી વર્ણનવાળો ઇસમ ઇશ્વરભાઇ ગભાભાઇ મોનપરીયા (દેવીપુજક) ઉ.વ. ૨૬ રહે. લક્ષ્મણનગર દિનદયાલ સોસાયટી કાપોદ્રા પોલીસ સ્ટેશન બાજુમાં કાપોદ્રા સુરત નાઓ અતુલ કંપનીનો બ્લ્યુ કલરનો ટેમ્પો સાથે મળી આવતા ગુના સંબંધે કડકાઇથી પુછપરછ કરતા ગુનાની કબુલાત કરતા હોવાથી પો.સ્ટે. લઇ આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સદર કામગીરી પોલીસ અ.હે.કો ગીરીશભાઈ નારસંગભાઈ બ.નં.૨૨૯ તથા અ.પો.કો મહેશભાઈ રણછોડભાઈ બ.નં. ૨૨૮ તથા અ.પો.કો ભરતભાઇ પાંચાભાઈ બ.નં. ૪૪૮૭ તથા આપો.કો. વાસુરભાઇ કાળુભાઇ બાન. ૩૩૪૯ તથા અ.હે.કો. કાનજીભાઇ જીવણભાઇ બાન, ૧૦૭૨ તથા અ.હે.કો. રાકેશભાઇ ચીકુભાઇ બ.ન. ૭૩૦ નાઓએ ટીમ વર્કથી કામગીરી કરી હતી.

