Gujarati

ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ કઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રીલ પર નોંધાયેલા અને વેલ્ફેર કંડના સભ્ય બનનાર મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદાર ને મૃત્યુસહાયમાં વધારો કરવામાં આવ્યો

Written by krishnanewsnetwork

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી નલિન ડી.પટલ, વાઇસ-ચેરમેન શ્રી હિતેશ જે.પટેલ તથા એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન શ્રી જીતેન્દ્ર બી.ગોળવાલા એક સંયુક્ત અખબારીયાદીમા જણાવે છે કે સને ૧૯૯૨માં ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ કઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રીલ પર નોંધાયેલા અને વેલ્ફેર કંડના સભ્ય બનનાર મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદાર ને મૃત્યુસહાય આપવામા આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી વેલ્ફેર ફંડના સભ્ય બનનાર અને નિયમિત રીતે રીન્યુઅલ ફી ભરનાર તેમજ Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015 મુજબનુ ફોર્મ ભરનાર ધારાશાસ્ત્રીના વારસદારને વર્તમાન સમયમાં ૩,૫0, 000/- ચુક્વવામા આવે છે તેમજ BCI Advocates Welfare Committee for the State ધ્વારા ગુજરાતના રીલ પર નોંધાયેલા જરૂરિયાતમંદ ધારાશાસ્ત્રીને રૂપિયા 30,000/- માંદગી સહાય તેમજ ગંભીર પ્રકારની બિમારીના સંજોગોમા Indigent Committee ધ્વારા વધુ 30,000/- માંદગી સહાય આપવામા આવતી હોય છે. ભાજપ લીગલ સેલના કન્વિનર શ્રી જે.જે.પટેલ ધ્વારા તા.૧૭/0૭/૨૦૨૩ ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનને એક લેખિત પત્ર પાઠવીને ગુજરાત સરકાર તરફથી છેલ્લા સતત ૩ વર્ષથી રૂપિયા ૧૬ કરોડ જેટલી વેલ્ફેર ફંડમા સહાય આપવામા આવેલ હોય તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમા રાખી મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયમાં વધારો કરવાની માંગણી કરવામા આવેલ. જે અરજી ચર્ચા કરવા માટે હાથ પર લેવામાં આવતા સાધારણ સભામા હવે પછી મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.૩,૫૦,૦૦૦/- ની જગ્યાએ રૂ.૪,૦૦,૦૦૦/- આપવાનુ તેમજ માંદગી સહાય ૩૦,૦૦૦/– થી વધારો કરીને રૂ.૪૦,૦૦૦/- આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરી બહાલી આપવામા આવેલ છે.
સાધારણસભામા એડમીનીસ્ટ્રેટીવ કમિટી તરફથી કરવામાં આવેલ ભલામણ મુજબ કોઇ પણ ધારાશાસ્ત્રીએ વેલ્ફેર ફંડના ૧ રીન્યુઅલ ફી ભરેલ ન હોય તો તેવા ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.૧,૦૦,૦૦૦/-, વેલ્ફેર ફંડના ૨ રીન્યુઅલ ફી ભરેલ ન હોય તેવા ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.૭૫,૦૦૦/-તથા વેલ્ફેર ફંડના ૩ રિન્યુઅલ ફી ભરેલ ન હોય તેવા ધારાશાસ્ત્રીના વારસદારને રૂ.૫૦,૦૦૦/- રહેમરાહે  આપવાનો ૧૦૦ જેટલા ધારાશાસ્ત્રીના વારસદારોને આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામા આવેલ છે. બાર કાઉન્સિલ ઓક ગુજરાતની રીન્યુઅલ ફી મા કોઇપણ પ્રકારનો વધારો કરવામા આવેલ નથી. અને અગાઉની જે રકમ વાર્ષિક રીન્યુઅલ ફી રૂ.૧,૫૦૦/- તેમજ ૫ વર્ષ સુધીના જુનીયર ધારાશાસ્ત્રીઓ માટે વાર્ષિક રીન્યુઅલ ફી રૂ.૫૦૦/- હતી તે જ ૨કમ ભરવા માટેનુ સર્વાનુમતે નકકી કરવામા આવેલ. તેમજ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનનાર દરેક ધારાશાસ્ત્રીએ રીન્યુઅલ ફી તા.૦૧/૦૯/૨૦૨૩ પછી દિન-૬૦ મા એટલે કે તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી ભરી દેવાનો સર્વાનુમતે ઠરાવ કરવામા આવેલ છે. વેલ્ફેર ફંડના સભ્ય બનનાર અને રીન્યુઅલ ફી ભરનાર તેમજ Bar Council of India Certificate and Place of Practice (Verification) Rules, 2015 નુ ફોર્મ ભરનાર ધારાશાસ્ત્રી જ વેલ્ફેર કંડના લાભો મેળવવા કદાર ગણાશે તેમ નકકી કરવામા આવેલ છે.મીટીંગમા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય શ્રી દિલીપ કે.પટેલ, સીનીયર સભ્ય શ્રી અનિલ સી.કેલ્લા, શ્રી દિપેન કે.દવે, શ્રી ભરત વી.ભગત, શ્રી સી.કે.પટેલ. શ્રી રમેશચંદ્ર જી.શાહ, શ્રી શંકરસિંહ.એસ.ગોહિલ, શ્રી કરણસિંહ બી.વાધેલા, શ્રી કિશોરકુમાર આર.ત્રિવેદી સહિતના સભ્યોએ હાજર રહી ચર્ચામા ભાગ લીધો હતો.

About the author

krishnanewsnetwork

Leave a Comment