Gujarati

રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વલસાડ- નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

Written by krishnanewsnetwork

રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નવા સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન સંયોજક તેમજ જિલ્લા સંયોજકની બેઠક યોજાઈ હતી. Y-20 અંતર્ગત Y-20 ગુજરાત સંવાદ કાર્યક્ર્મોમાં વલસાડ અને નવસારી જિલ્લાના ઝોન સંયોજક હર્ષિત દેસાઈએ ઉત્કૃષ્ટ કામગીરી કરી સમગ્ર રાજ્યમાં “બેસ્ટ ઝોન એવોર્ડ”માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. જે બદલ ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા સ્મૃતિ ચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે દ્વારા ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, નવસારી જિલ્લા સંયોજક જીગરભાઈ પટેલ તથા તાલુકા – નગરપાલિકાના તમામ સંયોજકને અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં Y-20 ગુજરાત સંવાદ કાર્યક્ર્મ ઉત્કૃષ્ટ કાર્યક્રમ કરનાર ત્રણ ઝોન સંયોજકોને, ત્રણ જિલ્લા સંયોજકોને અને બેસ્ટ કાર્યક્રમ મળીને કુલ નવ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્વામી વિવેકાનંદ બોર્ડ આગામી દિવસોમાં સ્વનિધી યોજનાના લાભાર્થીઓનો સંપર્ક કરશે તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં Y-20 અંતર્ગત યુવા સંવાદનું આયોજન કરશે. તદઉપરાંત દરેક તાલુકા મથકે શહેરી વિસ્તારમાં વોર્ડ દીઠ સ્વામી વિવેકાનંદ વન તેમજ મંદિરો, જાહેર સ્થળો, શાળા તેમજ કોલેજમાં સફાઇ અભિયાન તેમજ સ્વામી વિવેકાનંદ યુવા સાંસદ જેવા કાર્યક્રમોનું પણ આગામી દિવસોમાં આયોજન કરાશે. મંત્રીશ્રીએ યુવા બોર્ડના સૌ હોદ્દેદારોને રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ નાગરિકો સુધી એટલે કે વધુ ને વધુ લોકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તે માટે સુદ્રઢ આયોજન કરવા આહવાન કર્યું હતું. આ બેઠકના યુવા બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવેએ આગામી કાર્યક્રમોની જાણકારી હોદ્દેદારોને પૂરી પાડી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment