શાળામાં પ્રથમ ક્રમાંકે જરસાણીયા નેન્સી 99.35 PR, બીજા નંબરે સાવલિયા બંસી 99.29 PR , ત્રીજા નંબરે વઘાસીયા ક્રિષા 98.94 PR, ચોથા નંબરે તડાવ્યા કૃષિ 98.81 PR તેમજ પાંચમા નંબરે ઈશામાલિયા હિનલ 98.62 PR પ્રાપ્ત કર્યા હતા .
શાળાના પરિણામ અંગે વિસ્તૃત માહિતી આપતા આચાર્ય ગીતાબેન બડઘાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના સમય દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ સૌથી વધુ અસરગ્રસ્ત કયું હતું. ધોરણ 10 માં માસ પ્રમોશન મેળવેલા આવા વિદ્યાર્થીઓને સૌપ્રથમ વાર બોર્ડની પરીક્ષા અંગેની તૈયારીઓ કરાવવા માટે સતત પુનરાવર્તન કસોટીઓ તેમજ સ્માર્ટ બોર્ડ એક્ઝામ દ્વારા વિદ્યાર્થીઓમાંથી પરીક્ષા અંગેનો ડર દૂર કરી તેમને શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડવું શક્ય બન્યું છે.
શાળામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીની દીકરીઓને તેમજ તેમને તૈયારી કરાવનાર અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજ, શાળાના આચાર્યશ્રી ગીતાબેન બડઘા, સંચાલકશ્રી ભાલાળા સર તેમજ સમસ્ત ટ્રસ્ટ મંડળે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તેમજ તેમના આવનારા શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

