શાળામાં પ્રથમ ક્રમાંકે ક્રિષા કળથીયા 85.80%, બીજા નંબરે ક્રિષા દેસાઈ 83.60% , ત્રીજા નંબરે યાસીકા શાહ 81.80.% , ચોથા નંબરે સ્મિતા તિવારી 73.60% તેમજ પાંચમા નંબરે વિનીતા ચૌધરી 69 % પ્રાપ્ત કર્યા હતા .કોરોનામાં બે વર્ષ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા .તેમ છતાં વિશ્વભારતી ના તમામ શિક્ષકો દ્વારા તૈયાર કરાવવામાં આવેલ શ્રેષ્ઠ મહેનતને કારણે આ જવલંત પરિણામ પ્રાપ્ત થઈ શક્યું હતું .આથી શાળામાં સર્વ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીની દીકરીઓને તેમજ તેમને તૈયારી કરાવનાર અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને શાળાના પ્રમુખશ્રી કિશોરભાઈ સાવજ શાળાના આચાર્ય શ્રીમતી ડુમસિયા બેન, સંચાલક શ્રી અરવિંદભાઈ તેમજ સમસ્ત ટ્રસ્ટ મંડળે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. તેમજ તેમના આવનારા શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી

