Gujarati

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં  પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન થયુ

Written by krishnanewsnetwork

G20 ની થીમ “વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરેલું છે. જેમાં રાજ્ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે જેનાથી  વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી G 20 ની શેર્ડ ફ્યુચર: યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્સ એન્ડ હેલ્થ, વેલ બીઈંગ એન્ડ સ્પોર્ટ્સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષી ને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં બી. ફાર્મ અને એમ.ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી માટે સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ ઓફિસર આસીસ્ટન્ટ પ્રોફેસર શિવાની ગાંધી તેમજ કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંગ દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમ ની શરૂઆત અલગ અલગ તબક્કામાં થઇ હતીજેમાં તા.૧૫-૧૦-૨૦૨૨ ના રોજ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ કેવી રીતે ક્રેક કરવું તથા અસરકારક રીસ્યુમ ના વિષય થી માહિતગાર કરાયા હતા.  તારીખ: ૨૦/03/૨૦૨3 ના રોજ “Pre-Placement and Career Counselling” ના વિષય ઉપર પ્લેસમેન્ટ સેલ દ્વારા વિધ્યાર્થીઓને પ્રીપ્લેસમેન્ટ અને કરિયર કાઉન્સેલિંગ હેતુ ગેસ્ટ લેકચરનું આયોજન થયું હતું. ત્યારબાદ પ્રીપ્લેસમેન્ટ મેપીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ભવિષ્યમાં માસ્ટર્સ કરવા માંગતા વિદ્યાર્થીઓ અને જોબ કરવામાં રસપ્રદ વિદ્યાર્થીઓનું શોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ફાર્મસી કોલેજના પ્રોફ્સરોએ વિદ્યાર્થીઓના મોક રાઉન્ડ લઈને વિદ્યાર્થીઓને શોર્ટલીસ્ટ કર્યા અને એમ.સી.કયું. ગ્રુપ ડિસ્કશન તથા ટેકનીકલ જ્ઞાન પરીક્ષણ બાદ શોર્ટલીસ્ટ કરાયેલા વિદ્યાર્થીઓનું ઈન્ટરવ્યું લેવામાં આવ્યું હતું, જેમાં તા. ૦૯/૦૫/૨૦૨૩ અને ૧૦/૦૫/૨૦૨૩ ના રોજ  ૩૦ વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં જોડાયા હતા. વાપી અને દમણ ની પ્રખ્યાત ફાર્મા કંપની INJECTCARE PARENTARALS PVT LTD ના પુર્નીકા પટેલ અને સોહાની પટેલ, BRUCK PHAMA PVT. LTD, VAPI ના અનિલકુમારસુરેન્દ્ર કુશવાહા અને સ્વેતા જકાડે એ તા//૨૦૨૩ ના રોજ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતાતેમજ EXEMED PHARMACEUTICALS ના વસંત પટેલનિમેષ પટેલ અને મોહન ખાટક તેમજ  SKANT HEALTHCARE LTD ના પ્રદીપ નારાયણ, મહેન્દ્ર પટેલ, સોહિલ ખોજા અને લતેશ નેમાડે તા. ૧૦/૦૫/૨૦૨૩  પ્લેસમેન્ટ ડ્રાઈવમાં જોડાયેલ હતા, અને એમના નિરીક્ષણ માં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતુંઆ ફાર્મા કંપનીઓ દ્વારા ૧૦૦% વિદ્યાર્થીઓનું સિલેકશન કરવામાં આવ્યું હતુંઅને આકર્ષક પેકેજ આપવામાં આવ્યા હતા.  કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે એ આવનાર ટીમનો અભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય. પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને  એમ. ફાર્મ હેડ ડૉ. શૈલેશ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment