અહેવાલ : ઉમેશ ગાવિત
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે 8 કી.મીના અંતરે આવેલા નિલશાક્યા ગામમા શોર્ટ સર્કીટ થવાના કારણે વિધવા મહિલા સોનાયબેન મહાલાના ઘરમા આગ લાગી હતી. જેમા ઘર વખરીનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. ગરિબી રેખા નીચે જીવન વ્યતીત કરી રહેલ સોનાયબેનનુ ઘર બળી જતા તેઓ ઘર વિહોણા બની ગયા હતા.ચોમાસા દરમિયાન વરસાદ આધારીત ખેતી તથા મજુરી કરીને માંડ બે ટંકના રોટલા ભેગા કરતા સોનાયાબેનના પતી 10 વર્ષ પહેલા અનાયાસે ગુજરી જતા પરીવારની તમામ જવાબદારી તેમના માથે આવી પડી હતી, અને તેમાય અચાનક ઘર બળી જતા છતનો આશરો પણ તેમણે ગુમાવવો પડ્યો હતો. સોનાયાબેનના આ મુશ્કેલીના સમયમા સરકારના આદિજાતી વિકાસ વિભાગ તેઓનો આશરો બન્યો હતો.આદિજાતી વિકાસ વિભાગને આ અંગેની જાણથતા તેઓએ તાત્કાલિક ધોરણે છત વિહોણા બનેલ વિધવા મહિલાનુ આવાસ મંજુર કરી માનવતા દાખવી હતી.સોનાયાબેને જણાવ્યુ હતુ કે, ઘરવખરીનો તમામ સામાન બળી જતા, તેઓ નિરાધાર બન્યા હતા. ત્યારે ગામના એક જાગૃત નાગરીક દ્વારા સમાજ કલ્યાણ વિભાગમા જઇ અરજી કરવા જણાવ્યુ હતુ. જ્યા તેઓએ અરજી કરતા તાત્કાલિક ધોરણે તેઓનુ આવાસ મંજુર કરવામા આવ્યુ હતુ. જે બદલ તેઓએ સરાકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.ડાંગ જિલ્લા આદિજાતી વિકાસ અધિકારી શ્રી આર.એ.કનુજા તેમજ મદદનીશ આદિજાતી વિકાસ અધિકારી શ્રી સી.એસ.ભોવરે દ્વારા સ્થળ ઉપર મહિલા તેમજ તેઓના પરીવારની મુલાકાત લઇ વનબંઘુ કલ્યાણ યોજના હેઠળ વ્યક્તિગત ધોરણે આવાસ સહાય યોજના મંજુર કરી તેનો ઓર્ડર મહિલાને સુપરત કર્યો હતો.શ્રી કનુજાએ જણાવ્યુ હતુ કે, સરકાર ગરીબોના પડખે છે. કુદરતી હોનારતના સમયે અથવા કોઇ આકસ્મિત ધટના બને અને કોઇ પરિવાર બેઘર બને તેવી પરીસ્થિતીમા સરકારશ્રીની આદિજાતી વિકાસ વિભાગ હસ્તકની વ્યક્તિગત ધોરણે આવાસ પૂરો પાડવાની આ યોજનાનો આવાસનો લાભ લઇ શકે છે.આવાસ મંજુર થતા સોનાયાબેન મહાલાએ સરકારના માનવીય અભિગમને બિરદાવ્યો. સાથે રાજય અને કેન્દ્ર સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.

