Article Gujarati

વ્યાજના ચક્રવ્યુમાં ફસાતા યુવકે કર્યો આપઘાત: કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી, 20 દિવસ બાદ બે શખ્સો સામે ફરિયાદ

Written by cradmin

જુનાગઢ37 મિનિટ પહેલા

વ્યાજખોરોનો ત્રાસ દિવસે અને દિવસે વધતો જાય છે. ત્યારે સરકારે વ્યાજખોરો પણ કાયદાનું હથિયાર ઉગામતાની સાથે જ એક પછી એક વ્યાજખોરોના ત્રાસના કિસ્સાઓ સામે આવતા થયા છે. ત્યારે કેશોદના 29 વર્ષીય યુવાન કિશન ખાણદલે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. કેશોદમાં કિશન નામના યુવકે વ્યાજખોરો ની પઢાણી ઉઘરાણીના કારણે ઝેરી દવા પી આપઘાત કરીયાનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. યુવકના મોતના 20 દિવસ બાદ તેના પિતાએ 2 વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતક કિશનભાઈ ખાણદલે વ્યાજખોરો પાસેથી વ્યાજે 2 લાખ જેવી રકમ લીધી હતી અને મૃતક વ્યાજખોરોને રોજે રોજ 1000 જેવી રકમનું વ્યાજ પણ ચૂકવતો હતો. મૃતક કિશને વ્યાજખોરોને 2 લાખના બદલે 3.5 લાખ જેવી રકમ ચુકવી હોવા છતાં વ્યાજખોરો 1 લાખ જેવા ઊંચા વ્યાજની કરી પઠાંણી ઉઘરાણી કરતા હોવાની મૃતક કિશનના પિતા અશોક બચુભાઈ ખાણદલે કુતિયાણા તાલુકાના પસવારી ગામના ભાયા ઉર્ફે જગા માલદેભાઈ મારૂ અને કેશોદના માલદે કેશુઓડેદરા વિરૂદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. કિશનના પિતા દ્વારા વ્યાજખોર અને મૃતક કિશન દ્વારા થયેલી ચેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

About the author

cradmin

Leave a Comment