ઉમરગામ નગરપાલિકાના બહુધાપર પ્રાંતિની વસ્તી ધરાવતા વિસ્તારમાં વધુ એક ચોકવનારી બાબત સામે આવી છે. ચાર માસનું બાળક રોહન અચાનક મૃત્યુ પામ્યા બાદ બાળકમાં માતાનો પ્રેમી અચાનક રફુચક્કર થતા પ્રેમિકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસને બાળકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે.આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ નગરપાલિકા વિસ્તારના આનંદનગર ખાતે છેલ્લા ચારેક મહિનાથી મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રેમી મુસ્કાન અને કૃષ્ણકુમાર યાદવ ચાર મહિનાના બાળક સાથે ભાડાના રૂમમાં રહી GIDC માં મજૂરી કામ કરતા. ઘર તારીખ 13 1 2025 ના રોજ મુસ્કાન સાક ભાજી ખરીદી કરવા બજારમાં ગઈ હતી ત્યારે અચાનક પ્રેમી કૃષ્ણકુમાર યાદવે ફોન કરીને જણાવ્યું કે તેમનું ચાર મહિનાનું બાળક રોહન નીચે પડી જતા બોલતું હાલતું નથી. મુસ્કાન ઝડપથી ઘરે પહોંચીને બાળકને જોતા બાળક મૃત હાલતમાં જાણ્યા આવ્યું હતું. અચાનક બાળકનું મૃત્યુ થતાં માતા મુસ્કાન ભારે આઘાતમાં પડી હતી. બાળકનું અંતિમ સંસ્કાર ઉમરગામના કબ્રસ્તાનમાં દફન કરી કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના બાદ પ્રેમી કૃષ્ણકુમાર યાદવ અચાનક રફુચક્કર થતા મુસ્કાનને પ્રેમી કૃષ્ણકુમાર સામે શંકા ઉપજી હતી. બાળકને ઈરાદાપૂર્વક ગળુ દબાવી પ્રેમિકાએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરતી ફરિયાદ ઉમરગામ પોલીસને કરતા બે દિવસ બાદ આજ રોજ ઉમરગામ પોલીસે કબ્રસ્તાનમાં દફન કરેલ બાળકનું મૃતદેહને બહાર કાઢી પીએમ પ્રક્રિયા માટે મોકલવામાં આવ્યું હતું તેમજ ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.બાળકના મૃતદેહને ફોરેન્સિક pm માટે સુરત લઈ જવાશે.રિપોર્ટ આવ્યા બાદ હત્યા છે કે કેમ તે અંગે ચિત્ર થાય બાદ હત્યાનો ગુનો નોંધશે.

