સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા માછીમારો ની સમુદ્ર કીનારે પાર્ક કરાયેલી બોટોને જબરજસ્તી થી હટાવી દીધી તે પણ બોટોના માલિકો ને નોટીસ કે અન્ય રીતે જાણ કરવા વિના ક્રેન ની સહાયતા થી ઉચકી ટ્રક ટ્રેલર માં ભરી કડૈયા,નાની દમણ પર લઈ જઈ મૂકી આવતા બોટો ને મોટું નુકસાન થતા નજરે ચડી રહ્યું હતું, સાંસદ દ્વારા એવું કહેવા માં આવ્યું કે દમણ પ્રશાસન દ્વારા બોટો નું તોડ તાળ કરી હટાવી રહ્યા છે, જ્યારે જે તે બોટોને હટાવી રહ્યા હતા તે સમય દરમિયાન જિલ્લા કલેકટર, ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર ને વાત કરી આ બોટો ને હટાવવાનો માટે નુ કારણ પુછવામા આવ્યુ અને અહી થી બોટો ને ખેડવાની નોટીસ કે આદેશ માંગ્યા હતા ,તો પ્રશાસન ના અધિકારી ઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જે સ્થળે બોટો નું પાર્કિંગ છે એ જમીન સરકારી જમીન હોવાની વાત કરી બોટોને હટાવવા માટે નુ જણાવ્યુ હતુ, સાંસદ શ્રી દ્વારા પ્રશાસન ના અધિકારી ઓ ને જણાવવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં મચ્છીમારી ના કામ ધંધાને વધુ વિકસાવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી મચ્છ સંમપંદા યોજના જેવી અનેકો યોજનાઓ ચલાવી માછીમારી કરનાર લોકોને વિવિધ લાભો આપી રહી હોય છે,તેમજ મચ્છીમારી ને વિકસાવા માટે બંદરો બનાવવા માં આવે છે,અને સમગ્ર દેશ માં જ્યાં પણ મચ્છીમારી કરવામાં આવે છે,ત્યાં ત્યાં બોટોનું પાર્કિંગ કરવામાં આવે છે એ તમામ જમીનો સરકારી જ હોય છે અને પાર્ક કર્યા બાદ મચ્છીમારી કર્યા બાદ જાળ ની સિલાઈ કામ કે બોટનાં નાના મોટા સમારકામ કરવામાં આવે છે, એ પણ સરકારી જમીન પર જ કરવામાં આવતા હોય છે,અને દમણ અને દીવ માં મચ્છીમારીનુ કામ પોર્ટુગલ ના કાર્યકાળ ના સમયે થી આ જગ્યા એ ચાલી આવેલ છે જેને આજે દમણ પ્રશાસને સરકારી જમીન પર મુકેલી બોટો ને હટાવી મચ્છીમારી વ્યવસાય થી જોડાયેલા માછીમારો ને બે રોજગાર કરી રહ્યા છે, સાંસદ શ્રી ઉમેશ ભાઈ પટેલ દ્વારા આવા કાર્ય ને તુગલગી કાર્ય ગણાવી જિલ્લા કલેકટર સૌરભ મિશ્રા ને સંસદ સદન માં આવતું શિયાળુ સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં જિલ્લા કલેકટર સૌરભ મિશ્રા નું કલેકટર પદ પર થી ટ્રાન્ફર કરવા પ્રશાસન પાસે માંગ કરી છે અને જો શિયાળુ સત્ર પૂરું થાય ત્યાં સુધીમાં જો તેમને પદ પરથી ન હટાવ્યા તો દમણ થી લઈ દિલ્હી સંસદ સુધી આંદોલન કરવાની વાત કરી છે.

