વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ, અનમોલ નગર, ઘર નં-૧૪૩૩ ખાતે રહેતા ૨૯ વર્ષીય આયશા નરૂલઈસ્લામ સુલતાન તા.૧૮-૧૧-૨૪ના રોજ સવારે ૧૧-૩૦ વાગ્યાના અરસામાં તેમના પિયર ઉમરગામ તાલુકાના સંજાણ બંદર ખાતેથી નીકળ્યા હતા. ત્યાંથી નીકળ્યા બાદ તેઓ કોઈને કંઈપણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા અને આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ આયશા ગૌરવર્ણ, મજબૂત બાંધો અને આશરે ૫ ફૂટ ૮ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેમણે કાળા કલરનો સલવાર સુટ અને કાળા કલરની મોજડી પહેરેલી હતી. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ મહિલાની ભાળ મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નં.-૦૨૬૩૨-૨૫૩૩૩૩ અને ઈ-મેઈલ એડ્રેસ sp-val@gujarat.gov.in પર સંપર્ક કરી જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

