ઉમરગામ માંથી 17.330 કિલોગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે પકડાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ કોટે મંજૂર કર્યા હતાસુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઈન્ટેલિજન્સ ઓફિસર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) વાપીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી વાપી થી લઈને ઉમરગામ સુધીમાં કોઈક જગ્યાએ કોઈ ફેકટરીમાં મેફેડ્રોન એમડી ડ્રગ બનાવવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે મંગળવારે 8 મી ઓક્ટોબર 2024 ના રોજ ઉમરગામ જીઆઇડીસી ખાતે સેકન્ડ ફેસમાં 404 એલ ટાઈપ ના શેડમાં તપાસ કરતા 17.330 કિલોગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ નો જથ્થો મળી આવ્યો હતો કંપનીમાં હાજર વિક્રાંત ઉર્ફે વીકી વિજય પટેલ(ઉ.વ.44) રહે દેહરી તાલુકા ઉમરગામ સુપરવાઇઝર મેસર્સ સૌરભ ક્રિએશનના, કલ્પેશ પીતાંબર ભાઈ ડોડીયા ઉ.વ.45 જોબ વર્કર ટેક્નિશિયન રહે ભરૂચ અંકલેશ્વર અજય કુમાર મહંતો ઉ.વ.41 રહે ડાભેલ દમણ કર્મચારીને પૂછપરછ કરી નિવેદન લેતા તેઓને કબુલાત કરી હતી કે એમડી ડ્રગ્સ પાવડર બનાવીએ છે તેઓની અટક કરવામાં આવી હતી અને કંપનીને પણ સીલ મારવામાં આવ્યું હતું.અટક કરાયેલા આ ત્રણેય આરોપીઓને ઉમરગામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. DRIના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ અયાઝ શેખે પાંચ દિવસના રિમાન્ડ મેળવવા દલીલ કરતા કોર્ટે ત્રણ દિવસના 11 મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં DRI ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

