Gujarati

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે

Written by krishnanewsnetwork

વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં એશિયાના વિવિધ દેશના બોડીબિલ્ડર અને પાવર લિફ્ટર્સ પોતાનું દમખમ બતાવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વલસાડ તાલુકાની પારડી સાંઢપોર શાળાના શિક્ષકા મેઘા પ્રજ્ઞેશ પાંડેની પસંદગી થઈ છે. હવે પછી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત મેઘા પાંડેએ અગાઉ અખિલ ભારતીય મુલકી સ્પર્ધામાં દિલ્હી ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમી શાળા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment