વલસાડ જિલ્લામાં કરાર આધારિત ૧૧ માસની મુદ્દત માટે કાયદા અધિકારીની એક જગ્યા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટેનું અરજી પત્રક, જરૂરી લાયકાત તથા અન્ય આનુષાંગિક માહિતી https://valsad.gujarat.gov.in/circulars અને https://valsad.nic.in.notice_category/recruitment/ પરથી મેળવી શકાશે. અરજી ફોર્મ, આનુષંગિક પુરાવા તથા રૂ. ૧૦૦ નો કલેકટર વલસાડના નામનો ડિમાન્ડ ડ્રાફટ કલેકટર કચેરીની રજિસ્ટ્રી શાખા ખાતે રૂબરૂ અથવા ટપાલ (આર.પી.એડી/ સ્પીડ પોસ્ટ) દ્વારા તા. ૨૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વીકારવામાં આવશે એવુ જિલ્લા કલેકટરશ્રી એન.એન.દવેએ જણાવ્યું છે.

