તારીખ ૨૬/૦૯/૨૦૨૪ ના રોજ દમણ અને દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલ ને કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિની લોકસભાની સ્થાયી સમિતિના સભ્ય તારીકે નિમણુંક કરવા માં આવ્યા છે.લોકસભાના સ્પીકર, માનનીય શ્રી ઓમ બિરલાજીએ માનનીય સાંસદને તેમની રુચિ મુજબ કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા સમિતિના સભ્ય બનાવ્યા છે. સાંસદને આ સમિતિના સભ્ય બનાવવામાં આવતા વિસ્તારના રહીશોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાંસદે કહ્યું કે તેઓ તેમના પ્રદેશ ના ખેડૂતો અને માછીમારોના પ્રશ્નોને આ સમિતિના ટેબલ પર મૂકીને તેમના ઉકેલ માટે તમામ પ્રયાસો કરશે.ભારત સરકારની કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિનીમાં સમાવેશ થતા સાંસદે આ માટે વિસ્તારના રહીશોને અભિનંદન પાઠવ્યા છે.સાંસદ ઉમેશ પટેલ ને કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્ય ની નિમણુંક થતા સ્થાનિકો અને હિતેચ્છુ ઓએ અભિનંદન પાઠવી રહ્યા છે.

