Gujarati

વલસાડ સાંસદ ધવલ પટેલે બાળકી પર કરેલ કુકર્મ ઘટના ને વખોડી પરિવાર ની મુલાકાત કરી

Written by krishnanewsnetwork

ઉમરગામ ખાતે ત્રણ વર્ષ ની બાળકી સાથે થયેલ દુષ્કર્મ ઘટના બાબતે લોકસભાના દંડક તેમજ વલસાડ ના સાંસદશ્રી ધવલભાઈ પટેલ  તેમજ વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સાથે પીડીત પરિવારની રૂબરૂ મુલાકાત કરી, બાળકી સાથે થયેલુ અધમ કૃત્ય બાબતે સાંસદ ધવલ પટેલે પીડિત પરિવાર તેમજ પોલિસ વિભાગ સાથે ગતરોજ થી સતત સંપર્ક કરતા હતા અને પરિવાર ને બનતી તમામ મદદ કરવામાં આવશે નું આશ્વાસન આપ્યુ હતું. સારવાર લઈ રહેલી બાળકીના પરિવારના મોભી પિતા સાથે રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંધવી સાથે ટેલીફોનિક વાત કરાવી હતી. પોલિસ તંત્ર દ્રારા ખાસ કમીટી બનાવી ટુંકા દિવસોમાં તમામ પ્રક્રિયા પુર્ણ કરી, સરકારશ્રી દ્વારા આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટ માધ્યમથી કડકમાં કડક સજા અપાવવા બાહેધરી આપી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment