Gujarati

  ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી કૉલેજ, સુરત ખાતે ૭૮માં સ્વાતંત્રતા દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી

Written by krishnanewsnetwork

૧૫ ઑગસ્ત ૨૦૨૪ના રોજ, ડૉ. એસ.& એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી કૉલેજ, સુરત ખાતે ભારતના ૭૮માં સ્વાતંત્ર દિનની ઉત્સાહ પુર્વક ઉજવણી કરી, વિદ્યાર્થી, અધ્યાપક અને કર્મચારી ગણે રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ એક અદ્ભુત દિવસ છે જ્યારે આપણે ભારતની આઝાદી માટે લડનારા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરીએ છીએ. ઉજવણીની શરૂઆત સંસ્થાના આચાર્યશ્રી ડો.સંજય આર. જોષી દ્વારા ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈ એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ આચાર્યશ્રી એ દેશભક્તિનું વક્તવ્ય આપ્યું હતું. વક્તવ્યમાં ડો. સંજય આર. જોશીએ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને દેશના વારસા માટે ગર્વ કરવા તેમજ મજબૂત અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી. આઝાદી પર્વની ઉજવણી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આઝાદીને સુરક્ષિત કરવા માટે આપેલા બલિદાનને ઉજાગર રાખવાનું કામ કરે છે. ઉજવણીને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો. આચાર્યશ્રીની અધ્યક્ષતામાં જીમખાના અને એનએસએસ ટીમના સહયોગથી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

About the author

krishnanewsnetwork

Leave a Comment