વલસાડ પુસ્તક પરબ સંસ્થાનો ૩૧ મો મણકો મહિનાના પ્રથમ રવિવારે નિયમિત રીતે સર્કિટ હાઉસની સામે તથા એસ. ટી. વર્કશોપની સામે ક્રોમા નજીક ફૂટપાથ પર રવિવારે ૭:૩૦ થી ૯:૩૦ દરમ્યાન યોજાયો હતો. જેમાં ૧૭૮ પુસ્તકોને વાચકો મળ્યા હતા.
પ્રોજેક્ટ ચેરપર્સન પ્રા. ડૉ. આશા ગોહિલે જણાવ્યું કે, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા દરેક વયના લોકો રજાના દિવસે વહેલી સવારે વરસતા વરસાદમાં પુસ્તક પરબની મુલાકાત માટે ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા.જેના પરથી જણાય છે કે, લોકો વાંચન તરફ વધુ ને વધુ ઢળી રહ્યા છે. તાજેતરમાં જાણીતા સાહિત્યકાર કાજલ ઓઝા, વલસાડના ભરત બલસારા અને પ્રા. નેવીલ દેસાઈ તરફથી પણ પુસ્તકો ભેટમાં મળ્યાં છે. જે વાચકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે નોટરી એડવોકેટ હાર્દિક પટેલ, હંસા પટેલ, અર્ચના ચૌહાણ, જયંતીભાઈ મિસ્ત્રી, દેવરાજ કરડાણી, સુનિતા ઢીંમર, સૌરભ પટેલ, દીપ ચૌહાણ, શિક્ષિકા ટીના પટેલ અને હિતેશભાઈ પટેલ, રાધિકા, દિલીપ દેસાઈ, પ્રકાશ પટેલ તથા પંકજ કિનારીવાલાની વિશેષ સેવા મળી હતી.

