ઉમરગામ તાલુકાના દરિયા કિનારે ફરી એક વખત દરિયાની ભરતી સાથે ઓઇલ વેસ્ટ કિનારે આવી પહોંચ્યું.આ અંગે મળતી માહિતી મુજબ ચોમાસાની ઋતુમાં પવનની દિશા બદલાય છે અને દરિયો તોફાની બને છે આ સમયે જુલાઈ મહિનાની અંદર લગભગ 15 થી 16 વર્ષથી ઉમરગામ તાલુકાના ઉમરગામ, નારગોલ વગેરે ગામોના દરિયા કિનારા સહિત છેક વલસાડના તિથલ બીચ સુધી ઉંડા દરિયાથી કિનારા તરફ ઓઇલ વેસ્ટ આવતું હોય છે. જે દરિયા કિનારાની રેતી સાથે ભળવાના કારણે ગાઢું થઈ ડામર જેવું રૂપ ધારણ કરે છે. જાણે કાળી ચાદર સમગ્ર દરિયાકિનારે પાથરી હોય તેવું ચિત્ર જોવા મળે છે. આ કિનારે આવેલ ઓઇલ વેસ્ટને વૈજ્ઞાનિક ભાષામાં ટાર બોલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓલવેસ્ટ દરિયાની અંદર બોમ્બે હાઈ થી આવતું હોવાનું અનુમાન છે. દર વર્ષે આવતું આ ઓઇલ વેસ્ટ દરિયાના પાણીને પ્રદૂષિત કરતા દરિયાઈ જીવસૃષ્ટિને જોખમી બને છે જે જોતા પર્યાવરણવાદીઓ અનેક વખત ચિંતા વ્યક્ત કરી સંબંધિત વિભાગ નથી ફરિયાદ કરતા આવ્યા છે. સ્થાનિક પંચાયતો તેમજ પર્યાવરણવાદીઓ તરફથી કરવામાં આવતી ફરિયાદના આધારે કોસ્ટગાર્ડ સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવે છે. ગત વર્ષે આ પ્રકારનો ઓઇલ જણાવ્યું ન હતું જેને લઇને હવે પછી ઓઇલ નહીં આવે તેવી શક્યતા થી લોકોએ રાહત અનુભવી હતી પરંતુ છેલ્લા બે દિવસથી ઉમરગામ તાલુકામાં ઓઇલ કિનારે જોવા મળતા સ્થાનિકો અને માછીમારો ભારે ચિંતિત બન્યા છે. અત્યાર સુધી ઉમરગામ અને નારગોલ ખાતે ઓઇલ જોવા મળ્યું છે જે બે થી ત્રણ દિવસની અંદર છેક વલસાડના તિથલ સુધી જોવા મળી શકે છે.

