ઉમરગામ તાલુકાના સરીગામમાં સામાજિક કાર્ય અર્થે કાર્યરત યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયના અધ્યક્ષતા હેઠળ જુના પેટ્રોલ પંપ અને કાર્યલયના પટાંગણમાં 10 વાગ્યાના અરસામાં,સામાજિક આગેવાન સ્વ.કમલાશંકર રાયની 21મી પુણ્યતિથિ ભાવ ભરી રીતે મનાવવામાં આવી.તે અંતર્ગત વિસ્તારમાં રક્તની અછતની પુર્તતા અર્થ રક્તદાન મહાદાનને અનુસરી રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો.આ શિબિર અંતર્ગત કાર્યક્રમના મુખ્ય મહેમાન અખંડાનંદ આશ્રમ પુનાટના મહંત અખંડાનંદ સરસ્વતીજી, અને જયા સરસ્વતીજી,દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્રસિંગ,સરીગામ ગ્રા.પંના સરપંચ સહદેવ વઘાત,SIAના પ્રમુખ નિર્મલ દુધાની,APMC ચેરમેન હર્ષદ શાહ,SIA પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ,ઉદ્યોગપતિઓ સહીત વિવિધ સંસ્થાઓને સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા.ઉપસ્થિત મહંત શ્રી દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરી સ્વ.કમલાશંકર રાયને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના પ્રણેતા સરીગામ અગ્રણી રાકેશ રાય દ્વારા મહાનુભવોનું અને રક્તદાતાઓનો શાબ્દિક સ્વાગત કરવામાં આવી રક્તનું મહત્વ સમજાવવામાં આવ્યું,મંચસ્થ મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. અગ્નિ વીર ગૌવ સમિતિને આજની પુણ્યતિથિએ ગૌ સેવા માટે દાન અપાયું,તથા અખંડાનંદ આશ્રમની ગૌશાળા માટે ટ્રસ્ટ દ્વારા મહાદાન અર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ.પુ ગુરુદેવના અધ્યક્ષતાએ ઉપસ્થિત તમામને આશિર વચન આપી રક્તનું મહત્વ સમજાવ્યું.કાર્યક્રમની પૂર્ણતાના આરે,આભાર વિધિ કલગામ ગ્રા.પં.ના ઉપસરપંચ રસિક પટેલ દ્વારા કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. જો કે સવારે 8:30 કલાકે રક્તદાન શિબિરનો પ્રારંભ કરી પાંચ વાગ્યે પૂર્ણ કરતા કુલે 1175 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવતા પ્રશંસા ને પાત્ર બની પામ્યા હતા.સાથે તમામ રકતદાતા ઓને પ્રોત્સાહિત ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરી વિશેષ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અશોક ઠાકુર અને રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યો હતો.

