વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર ૧૯૦૩૩ ગુજરાત કવીન,૦૯૦૨૪ વલસાડ પેસેન્જર,૨૨૯૫૯ વડનગર એક્સપ્રેસ છેલ્લા ઘણા સમય થી પ્લેટફોર્મ નંબર ૩,૪ ઉપર સ્ટોપેજ હોવાના કારણે સિનિયર સીટીઝન મુસાફરો અને અન્ય તમામ મુસાફરોને અગવડતા પડી રહી હતી જે અંગે વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ ને લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે આ આ સંદર્ભે તેમણે વલસાડ રેલ્વે સ્ટેશનની રૂબરૂ મુલાકાત કરી રેલવે વિભાગના અધિકારીઓ ને જરૂરી સૂચનો કરી આ અંગે જિલ્લા સંકલન સમિતિમાં લેખિત રજૂઆત કરી હતી તેમજ રેલવે તંત્ર ને પણ આ અંગે યોગ્ય રજૂઆત કરી હતી જેના ભાગરૂપે રેલવે તંત્ર દ્વારા ગુજરાત કવીન,વલસાડ પેસેન્જર તેમજ વડનગર એક્સપ્રેસને પ્લેટફોર્મ નંબર એક (૧) ઉપર સ્ટોપેજ આપી ઉભી રાખવાનો લોકહિતનો નિર્ણય કરવામાં આવ્યો છે

