પાડાને વાંકે પખાલીને દેવાયેલ ડામની સ્થિતીનો ભોગ બનનાર એટલે કે કોઈપણ ગુનો કર્યા વિના એક તરફી નિર્ણય લઈ ગુનેગાર ઠેરવી ચાઇના સરકારે જેલમાં ધકેલી દીધેલ દીવનો મિતેષ સોલંકી આખરે ભારત સરકારનાં વિદેશ મંત્રાલયની દરમ્યાનગીરીથી ચાર વર્ષ પછી ચીનની જેલમાંથી મુક્ત થઈ આજે ભારત પરત ફર્યો. કોરોના કાળ દરમ્યાન વર્ષ 2020માં વિયેતનામ સ્થિત લેભાગુ શિપિંગ કંપનીની લાલચનાં કારણે વિયેતનામ થી ચીન જઈ રહેલ માલવાહક શિપમાં ફરજ બજાવતાં કેપ્ટન સહિત અન્ય ચાર ઓફિસરોની ચીન કોસ્ટલ પોલીસે કરેલ હતી અટકાયત. મિતેષ સોલંકી સહિ સલામત રીતે સ્વદેશ પરત ફરતાં તેઓએ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, સંઘપ્રદેશ પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ, ભારત સરકારનાં ચીન સ્થિત વિદેશ મંત્રાલયનાં અધિકારીઓ, વકીલશ્રી આર. વી. મહેતા, દિવ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અમૃતાબેન બામણિયાનો તેઓએ કરેલ મદદ બદલ માન્યો વિશેષ આભાર

