Gujarati

નારગોલ જગદંબાધામ ખાતે વિનામૂલ્ય નેત્ર ચકાસણી કેમ્પનું આયોજન કરાયું:નેત્ર ચકાસણી કેમ માં કુલ 897 લાભાર્થીઓએ ભાગ લીધો જે પૈકી ચકાસણી બાદ 38 મોતિયાના દર્દીઓ સામે આવ્યા

Written by krishnanewsnetwork

આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે એન.એમ. તાતાવાડીયા હાઈસ્કૂલના વર્ષ ૧૯૬-૯૭ SSC બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ-અતુલ અને આર.એન.સી. ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ સહયોગથી ભંડારી સમાજ નારગોલ સાંસ્કૃતિક ભવન જગદંબાધામ ખાતે વિના મૂલ્ય નેત્ર ચકાસણી કેમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ નારગોલ ગામ સહિત આજુબાજુ ગામોના કુલ 897 લાભાર્થીઓએ લઈ આંખોની ચકાસણી કરાવી હતી. જેમાં 38 જેટલા વ્યક્તિઓને મોતિયા હોવાનું સામે આવતા તમામને વિનામૂલ્ય મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે. કેમ્પની અંદર 285 જેટલા વ્યક્તિઓને વિનામૂલ્ય ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કેમ્પને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

About the author

krishnanewsnetwork

Leave a Comment