(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઈટ્સ ટાઈમ ફોર એક્શન થીમ અંતર્ગત વિરમગામની જાણીતી શૈક્ષણિક સંસ્થા શેઠ એમ જે હાઇસ્કુલ ખાતે વર્લ્ડ હેપેટાઇટિસ ડે અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત વિદ્યાર્થીઓને હિપેટાઇટિસ, ટીબી, એચઆઈવી, ચાંદીપુરમ વાયરસ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત આરબીએસકે ડોક્ટરોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી અને જરૂરી સલાહ સારવાર આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બ્લડ રિપોર્ટ માટે બ્લડ કલેક્શન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.બી કે વાઘેલાના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં આચાર્ય સુનીતાબેન, આરબીએસકે મેડિકલ ઓફિસર ડો.કિરણ પંચાલ, ડો.રિદ્ધિ પટેલ, દિશા યુનિટ ડો. પ્રતીક ડામોર, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સુપરવાઇઝર રવિન્દ્રકુમાર રાઠોડ, ટીબી સુપરવાઇઝર પ્રકાશ પટેલ, આઇસીટીસી કાઉન્સિલર મુકેશ વાણીયા, લેબોરેટરી ટેક્નિશિયન અશ્વિન મકવાણા, જ્યોત્સના સોલંકી, ફાલ્ગુની પ્રજાપતિ, નીલકંઠ વાસુકીયા સહિત વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 28 જુલાઈ 2018 માં નેશનલ વાયરલ હિપેટાઇટિસ કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ છે. જે પ્રોગ્રામ અંતર્ગત દર વર્ષે 28 જુલાઈના રોજ વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 15 થી 28 જુલાઈ 2024 વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

