UAE બર દુબઇ જેકોબ ગાર્ડન ખાતે આજથી શરુ થયેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 870 મી રામકથા નો મંગલમય આરંભ થયો હતો. જેનું મંગલમય દીપ પ્રાગટ્ય પૂજ્ય તારાચંદ બાપુ (દેવનારાયણ ગૌ ધામ મોતા ), શીતલબેન ભાવેશભાઈ જલાલ,રાજેન્દ્ર પ્રસાદ જી (દુબઇ) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.દૈનિક યજમાન ધોડીપાડા ના સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકર દ્વારા માથે પોથી ધારણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મેહમાનો ઉપસ્થિત રહ્યા હતા.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “ભારત ના રામ વેશ્વિક ભગવાન છે એ દુબઇ ની રામકથા થી સિદ્ધ થાય છે”.સાત દિવસ સુધી ચાલનારી રામકથા મા રામજન્મ ઉત્સવ, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત ચરિત્ર, રામરાજ્યાભીષેક સહીત ના પ્રસંગો ધામધૂમ થી ઉજવવા મા આવશે. કથા ના આચાર્ય ભાવેશભાઈ જોષી દ્વારા વેદમંત્રોચાર કરવામાં આવ્યા હતા.પ્રીતિબેન જીગ્નેશ કુમાર જોષી (સુપ્રીમ કોર્ટ એડવોકેટ ) દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.વ્યવસ્થાપક વિજયભાઈ ગોસ્વામી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતુ.

