
ખતલવાડા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરના પ્રમુખ દિપેશભાઈ પંચાલના જણાવ્યા મુજબ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયત્રી શક્તિપીઠ ખાતે સામુહિક મંત્રજાપ, ગુરુ પાદુકા પૂજન, ૧૧ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ , ગુરુદીક્ષા, ગર્ભોત્સવ સંસ્કાર, નામકરણ વિદ્યાધામ અન્નપ્રસાન વગેરે સંસ્કારોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદીનો પણ આયોજન સાથે કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ઉજવણીમાં ભાગ લીધો હતો.

