Gujarati

સંજાણ ના યુવાન સ્વ સંદિપભાઈ ધોડીના પરિવાર ને ન્યાય અપાવવા ધારાસભ્ય અનંત પટેલે સંજાણ બંધ નું એલાનની આપીલ કરી ..

સંજાણ ના આદિવાસી પરિવારના યુવાન સ્વ સંદિપભાઈ ધોડી નું દાદરા નગર હવેલીના નરોલી ખાતે થયેલી કરપીણ હત્યા ના સંદર્ભ માં આજરોજ ડાંગ ધરાસભ્ય શ્રી અનંત પટેલ દ્રારા મૃતક સ્વ સંદિપભાઈ ધોડી ના પરિવાર ને સાંત્વના આપી હતી,તેમજ દુખદ વ્યક્ત કર્યું હતું. મૃતકના પરિવારની મુલાકાત પણ લઈ તમામ પ્રકાર ની મદદ કરવાની અને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ દુખદ ઘટનામાં અંનતભાઈ હરહંમેશ પીડીત પરિવારની સાથે રહેશે અને આ બનાવ માટે એક્રોસિટી અક્ટ મુજબ ગુનો,હોટેલ ના માલિક સામે પણ ગુનો નોંધવા, પરિવાર ને ૫૦ લાખ નું વળતર ચૂકવા, હોટેલ નું લાઇસન્સ રદ કરવા જેવા મુદ્દા બાબતે લડત આપવા માટે જણાવ્યું હતું.સ્વ. સંદીપભાઈ ધોડી ના સમર્થન માં સંજાણ બંધ માટે અપીલ કરી હતી. મુલાકાત માં તમામ ઘટતું કરી મદદ કરવાની અને પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી હતી. આ દુખદ ઘટનામાં અંનતભાઈ હરહંમેશ પીડીત પરિવારની સાથે રહેશે.આ સાથે દા.ન.હ. ના પ્રભુભાઈ, સરીગામ ના રાકેશભાઈ રાય, એડ. મિતેશભાઈ પટેલ, સરઈ ના અશોકભાઈ ધોડી, એડ.ચીન્ટુભાઇ, હાજર રહ્યા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment