Gujarati

વિશ્વભારતી માં યોજાયેલ સંગીત સ્પર્ધામાં 171 દીકરીઓએ ઉત્સાહભેર લીધો ભાગ 

Written by krishnanewsnetwork

પ્રવર્તમાન સમય હરીફાઈનો સમય માનવામાં આવી રહ્યો છે. પ્રત્યેક વ્યક્તિ માત્રને ઈશ્વરે એક અદભુત કલા કૌશલ્ય સાથે આ પૃથ્વી પર મોકલ્યા છે .આધુનિક સમયમાં શિક્ષણનો અર્થ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ ગણાવી શકાય આ સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજરોજ જુનિયર કેજી થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ભજન ,લોકગીત ,દેશભક્તિ ગીત જેવા ગીતો માટેની સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 171 વિદ્યાર્થીની દીકરીઓએ l ઉત્સાહભેર ભાગ લીધો હતો .જુનિયર કેજી થી ધોરણ 6 માં પ્રથમ ક્રમાંકે વિજેતા ધોરણ 1 ની વિદ્યાર્થીની રાઠોડ જયના પ્રતિકભાઇ, બીજા ક્રમાંકે વિજેતા ધોરણ 4 ની વિદ્યાર્થીની પટેલ મીશા મિતેશભાઇ, ત્રીજા ક્રમાંકે ધોરણ 3 ની વિદ્યાર્થીની દીકરી વાછાણી પંથી દીપકભાઈ અને ચોથા ક્રમાંકે ધોરણ 6 ની વિદ્યાર્થીની ઝાલા વૃત્તિ વિશાલભાઈ વિજેતા રહ્યા હતા. જ્યારે ધોરણ 7 થી 9 માં ધોરણ 7 ની વિદ્યાર્થીની ભાલાળા મીરા રસિકભાઈ પ્રથમ ક્રમાંક ,ધોરણ 9 ની વિદ્યાર્થીની ગામીત મહેક રોશનભાઈ બીજા ક્રમાંકે, ધોરણ 9 ની વિદ્યાર્થીની ધામેલીયા સારા જીતેન્દ્રભાઈ ત્રીજા ક્રમાંકે તેમજ ધોરણ 9 ની વિદ્યાર્થીની મોવલીયા ગાર્ગી ઘનશ્યામભાઈ ચોથા ક્રમાંકે વિજેતા રહ્યા હતા.                    આ સંગીત સ્પર્ધામાં અંકિતભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા તેમજ પૂનમબેન મિસ્ત્રીએ નિર્ણાયક ની ભૂમિકા ભજવી હતી. સ્પર્ધાના શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી ગીતાબેન બડઘાએ તમામ વિજેતા વિદ્યાર્થીની દીકરીઓ અને સહાયક શિક્ષક ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને દરેક વિદ્યાર્થીની દીકરીઓનું પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું હતું.

About the author

krishnanewsnetwork

Leave a Comment