સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ‘સ્થાપના દિવસ’ નિમિત્તે શાળા પરિસરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આચાર્ય,ઉપઆચાર્ય શિક્ષકગણ,અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.સાથે સાથે વાલીઓ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ ખૂબ પ્રશંસનીય સહયોગ જોવા મળ્યો હતો.’રકતદાન એ મહાદાન’ સૂત્રને ધ્યાનમાં રાખી ઉત્સાહભેર રીતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજન અને પ્રોત્સાહન પુરુ પાડનાર શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તથા શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ પવારનો ખૂબ સ્નેહપૂર્વક આભાર માનવામાં આવે છે.

