દમણ અને દીવ ના સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલે ભારત સરકારમાં માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય જી સાથે મુલાકાત કરી સ્થાનીય જ્વલંત મુદ્દાઓ વિશે ગંભીર ચર્ચા કરી,જેમાં દમણ અને દીવ ના માછીમારીના બોટો માં વપરાતું ડીજલની સબસિડી ની બાકી રકમ તત્કાલ અપાવવા રજૂવાત કરી,દમણ અને દીવ ના માછીમારો પાકિસ્તાની જેલમાં થી વહેલામાં વહેલું છોડાવવા માટે રજુવાતો કરી,હાલ માં દમણના દરિયા કિનારે ધારા ૧૪૪ ની કલમ લાગુ કરી હોય જેના કારણે માછીમારો ના વ્યવસાય તથા નાના મોટા કામો ઠપ થઈ ગયા છે જે સમસ્યાનું નિવારણ ની રજુવાત કરી,મેડિકલ કોલેજ અને ડિગ્રી કોલેજ ની ફેકલ્ટી રેગ્યુલર કરવાની માંગ કરી,સરકારી દવાખાનામાં ગરીબોનું મફત ઈલાજ ની સુવિધા મળે અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ આખા વર્ષ માં બારોમાસ પંજીકૃત કરી સકાય તથા સંઘપ્રદેશ સાથે સાથે અન્ય રાજ્યો માં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના નો લાભ ખાનગી દવાખાના માં પણ મળે એવી રજુવાત કરી,સ્થાનિય સ્વરાજ્ય સંસ્થા જેવી કે જિલ્લા પંચાયત , પંચાયત અને નગર પાલિકા જેવી મુખ્ય સંસ્થાઓ ને એનો છીનવેલો સ્વતંત્ર પ્રભાર ફરી તમામ સ્થાનિય સ્વરાજ સંસ્થાઓ ને સોંપવા રજૂવાત કરી, સાથે સાથે સ્થાનીય સ્વરાજ સંસ્થાને રેગ્યુલર ફંડ ઉપર અંકુશ લગાડવામાં આવ્યો છે તેને કાયમી ધોરણે આપવા ભલામણ કરી,એન્જિનરિંગ કોલેજને એનઆઈટી નું સ્ટેટસ અપાવવા રજુવાત કરી,દમણ અને દીવ ની એક માત્ર બંધ કરાવી દેવામાં આવેલ એ બીએડ કોલેજ ને ફરી કાર્યરત કરાવવા ભલામણ કરી,શાળાઓ માં શિક્ષકોની ખાલી પડેલી ભર્તી ને રેગ્યુલર ભર્તી કરાવવી અને શિક્ષકો ના બાકી પડેલા પ્રમોશનો ની પ્રક્રિયા પૂર્ણ કરાવવાની ચર્ચા કરી, દમણ અને દીવ ના ખસતા હાલ કોસ્ટલ હાઇવે તથા તમામ મુખ્ય અને લોકલ માર્ગો ની દુર્દશા વિશે મંત્રીજી નું ધ્યાન દોરી એને તત્કાલ પ્રમાણે નવીનીકરણ કરાવવું,સાથે સાથે દમણ અને દીવ માં થઈ રહેલા વિકાસ રાશિઓનું દુરુપયોગ કરવા બદલ ચર્ચા કરી,દમણ અને દીવ ના વિકાસ કર્યો ના તમામ પ્રોજેક્ટ પર અધિકતર લાગત થી ૪૦ થી ૫૦ % રાશિ વધુ વપરાસ કરી અમુક વર્ષમાં વધું રાશિઓનું બમણું કરી દેવામાં આવી રહ્યું છે,દમણ નું નિર્માણ કાર્ય ચાલી રહેલ કામોમાં બેદરકારી થઈ રહ્યું હોવાની જાણકારી આપી એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ,સાથે સાથે દમણ ના કિલ્લા માં ચાલી રહેલ વિકાસ કાર્ય જેવાકે સચિવાલય અને પ્રશાસક શ્રી નું રહેઠાણ અને જૂની સમાહર્તા કાર્યાલય અને જીમ્નાશિયમ જેવા પ્રોજેક્ટ માં પુરાતત્વ વિભાગ ની પરવાનગી લીધી કે નહીં એની તપાસ કરવાની માંગ કરી,સાથે સાથે અરબી સમુદ્ર કિનારે નમો પથ અને રામ સેતુ ના પ્રોજેક્ટ માં પુરાતત્વ વીભાગ પાસે પરવાનગી લીધી કે નહીં એની તપાસ કરવી,દમણ અને દીવમાં રિઝર્વ ફોરેસ્ટ ની જમીન ઉપર ટેન્ટ હાઉસ બનાવી દેવામાં આવ્યા છે એમાં નિયમો ની અવહેલના કરી હોય એવું વર્તાય રહ્યું છે, આ તમામ જ્વલંત મુદ્દાઓ પર ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય જી એ વિસ્તારથી સંભાળી સંપૂર્ણ કર્યો પર ઘંભીરતા પૂર્વ તપાસ કરાવવા આશ્વાસન આપ્યું જણાવ્યું .

