દમણ અને દીવ સાંસદ ઉમેશ પટેલનું નારગોલ ભંડારી સમાજ તેમજ નારગોલ ગામના અન્ય સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉમરગામ તાલુકાના નારગોલ ગામના ભંડારી સમાજ નારગોલ સાંસ્કૃતિક ભવન જગદંબાધામ ખાતે ભંડારી સમાજના પ્રમુખ યતીન ભંડારીના અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા સાંસદોનું સન્માન કરવા માટે નારગોલ જગદંબાધામ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા ૧૧/૦૭/૨૦૨૪ના દીને ભંડારી સમાજનું પ્રતિનિધિ મંડળ દ્વારા ધવલ પટેલનું સન્માન ધોડીપાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 6:00 કલાકે જગદંબાધામ ખાતે સાંસદ ઉમેશભાઈ પટેલનું સનમાન સ્વાગત ભંડારી સમાજ નારગોલના પ્રમુખ યતીનભાઈ ભંડારીની આગેવાની હેઠળ ભંડારી સમાજના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓએ કર્યું હતું. આ પ્રસંગે નારગોલ ગામ સહિત સરોંડા ગામના સરપંચ, પંચાયત સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, યુવાનો સહિત જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેશભાઈના સન્માન સમારોહમાં સહભાગી બન્યા હતા. ભંડારી સમાજ સહિત હળપતિ સમાજ, માછી સમાજ, મીતના સમાજ, માંગેલા સમાજ, માયાવંશી સમાજ, બારીયા સમાજના લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી ઉમેશભાઈનું સન્માન કરતા ઉમેશભાઈએ સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના ઉદબોધનમાં સાંસદ ઉમેશભાઈ જણાવ્યું હતું કે, તેમનો નારગોલ અને નારગોલ ગામની પ્રજા સાથે જૂનો નાતો છે, તેમને મળ સન્માન બદલ તેમને જણાવ્યું હતું કે “હું આપનો સદાય રૂણી રહીશ, “સાંસદ કદી કોઈ પ્રદેશનો નથી હોતો, સાંસદ તો આખા ભારતનો હોય છે. હું તમારો છું અને તમારો બનીને તમારા દરેક પ્રસંગનો સાથીદાર બનીને તમારી સાથે ઉભો રહીશ” વધુમાં તેમણે ભંડારી સમાજ દ્વારા કરવામાં આવેલ સત્કાર સમારોહ બદલ ભંડારી સમાજનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

