Gujarati

દીપેશ પટેલ ઉર્ફે ચીનો તથા તેમના સાથી મિત્રો એ ઘોડીયા સમાજ માટે ક્રિકેટ ટુર્નમેન્ટ નુ આયોજન કર્યું :જય જલારામ દમણ ફાઈનલ માં વિજય

Written by krishnanewsnetwork

ઉમરગામ તાલુકા ના સંજાણ ખાતે આદર્શ બુનિયાદી શાળા ના ગ્રાઉન્ડ પર ધોડીયા સમાજ માટે પ્રથનવાર ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન થયું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન દીપેશ પટેલ અને તેમના મિત્ર વર્ગએ કર્યું હતું જેમાં કુલ 16  ટીમો એ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ ફાઇનલ માં જય જલારામ દમણ અને જય ભરમદેવ દહાણુ ની ટિમ આવી હતી.દહાણુ ની ટિમ દ્ધારા 51 રન 5 ઓવરમાં કર્યા ત્યારે જય જલારામ દમણ ટીમેં સ્કોર કમ્પ્લેટ કરી ને વિજયતા મેળવી હતી મેન ઓફ ધ મેચ નો એવોર્ડ રાકેશ ને મળ્યો હતો જેમને 5 બોલ માં 5 વિકીટ અને મેડન ઓવર નાખીને એક રેકોર્ડ બ્રેક કર્યો હતો મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી વિથ સાઇકલ ની ઇનામ શુશીલ ને મળ્યો હતો જે દહાણુ ની ટીમના ને મળ્યું હતું મેન ઓફ ધ મેચ નો એવોર્ડ હાઈએસ્ટ રન 103 રન હતા તેને આપવામાં આવ્યો હતોબેસ્ટ ફિલ્ડર નો એવોડ આકાશ ને આપવામાં આવ્યો હતો રનર્સ ટીમને ટોફી સાથે કેશ પણ આપવામાં આવ્યું હતું. તુંબ ના માજી સરપંચ નાનુભાઈ ધોડી એ સમજની આવી ટુર્નામન્ટ નું આયોજન બદલ અને આવેલ ટીમને અભિનંદન આપ્યા હતા..આ  ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સ્થાનિકો દ્ધારા જમવા અને પાણી સુધી ને તમામ બાબતે સ્પોન્સર શિપ આપી ને દરેક યુવા ક્રિકેટરો નો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ટ્રર્નામેન્ટ માં તુમ્બ પંચાયતના માજી સરપંચ નાનુંભાઈ ધોડી ,ખત્તલવાડ ગામના સરપંચ શુરેનભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.ઇમ્તિયાઝ ભાઈ, અચ્છેલાલ ચૌહાણ ( દિવ્યાંગ ડેવલોપર ) , નસીમ ભાઈ શેખ( રિલાયન્સ ગેસ એજન્સી ) , પીનલ પટેલ, રાજેશભાઈ ઘોડી, મનીષભાઈ ઘોડી (પીહલ વોટર),આદેશ મોહિની કેટરર્સ,ભરત બોડા, મનોજભાઈ કંસારા, એડ. ભાવેશભાઈ દ્ધારા સ્પોન્સર શિપ પેટે અવનવી ભેટ આપી યુવા ક્રિકેટરો નો ઉસ્તાહ વધાર્યો હતો.ટુર્નામેન્ટ માં એમ્પાયર રિયાઝભાઈ, કરણભાઈ, કાદિરભાઈ, અને કોમેન્ટર માં અમિતભાઈ એ સેવા આપી હતી.. કાર્યક્રમ માં દીપેશભાઈ એ ધોડિયા સમાજ ની સંજાણ ખાતે ટુર્નામેન્ટ નું આયોજન કરતા સમાજ ના યુવાનો માં અનેરા ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

About the author

krishnanewsnetwork

Leave a Comment