શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભેંસ રોડ નાની દમણ સોમનાથ ભવન મા પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ ના સ્મરણાર્થે આયોજિત વિશ્વ વિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલભાઇ પ્રફુલભાઇ શુક્લ ની 859 મી ભાગવત કથા નો મંગલ આરંભ થયો હતો. આ પૂર્વે કથા ના મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ના નિવાસે ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. કળશ ધારી બહેનો, વાજા વાજેત્ર અને ભવ્ય મેદ વચની વચ્ચે પોથીયાત્રા પ્રસ્થાન થઇ હતી. મોટી સંખ્યા મા ભાવિકો પોથીયાત્રા મા જોડાયા હતા. ભગવાન ના નામ સંકીર્તન મા લોકો કીર્તન મા મદમસ્ત થયાં હતા. ત્યાંથી પોથી યાત્રા ભેંસરોડ ગોત્રેજ માતા ના મંદિરે પહોંચી હતી. ત્યાં દમણ અને આજુ બાજુ ના 21 ગામો માથી પોથીયાત્રા ભેગી મળી ને 2 કિલો મીટર લાંબી પોતજી યાત્રા કથા સ્થળે પહોંચી હતી. ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ દ્રારા પોથી તેમજ વ્યાસપૂજન થયું હતુ. કથા ના આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર) દ્રારા મંત્રોચાર કરવામા આવ્યા હતા. કથા નુ મંગલમય દીપ પ્રાગટ્ય ગુલાબભાઈ બાબુભાઇ પટેલ, હેતાક્ષીબેન પટેલ, કોળી સમાજ ના અગ્રણીઓ અને ઉપસ્થિત ભૂદેવો ના હસ્તે કરવામા આવ્યું હતુ. 859 મી કથા નુ મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” ભાગવત ની કથા નુ અમૃત જીવન ને દિવ્ય બનાવે છે કારણ કે ભાગવત એજ સ્વયં ભગવાન કૃષ્ણ છે”. સાત દિવસ સુધી ચાલનારી આ કથા નો સમય દરરોજ બપોરે 2:30 થી 5:30 રાખવામાં આવ્યો છે તેમજ કથા મા આવતા દરેક ઉત્સવો ધામધૂમ પૂર્વક ઉજવવા મા આવશે. દરેક ભાવિક ભક્તો ને કથા શ્રવણ કરવા પધારવા માટે જાહેર નિમંત્રણ આપવામા આવ્યું છે.કથા ને સફળ બનાવવા માટે જેન્તીભાઇ ખારીવાડ, શાંતુભાઇ સરપંચ ભીમપોર, ઉમેશભાઈ પટેલ (યુથ એક્શન ફોર્સ), ઉપેન્દ્રભાઈ પ્રેસ, તનોજભાઈ પટેલ (કચીગામ),અમ્રતભાઈ પટેલ (દાભેલ),ગજુભાઈ પટેલ (ભીમપોર), નયન પટેલ (દાભેલ) સહીત કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

