બાપાસીતારામ યુવા ગ્રુપ વલસાડ વિભાગ દ્રારા આયોજીત સીઝન 3 ક્રિકેટ ટુર્નામેન્ટ ના યુનિટી કપ મા ખેરગામ બ્રહ્મ સમાજ ની ટિમ વિજેતા બની હતી. આ પ્રસંગે ખેરગામ “જગદંબાધામ” પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના નિવાસ્થાને કથાકાર મેહુલભાઈ જાની, કથાકાર ભાસ્કરભાઈ દવે,ખેરગામ બ્રહ્મ સમાજ ના પ્રમુખ અંકુર શુક્લ,ગુણવંતભાઈ વિપ્ર અને વિપ્રવૃંદ દ્રારા ખેરગામ બ્રહ્મ સમાજ ની ટિમ નુ સ્વાગત કરવામા આવ્યું હતુ. રોનવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલી આ ટુર્નામેન્ટ મા વલસાડ 11, સેલવાસ 11, ખેરગામ 11, સોમનાથ 11, રુદ્ર 11, મહાકાલ 11, ધરમપુર 11, હરિૐ 11, તડકેશ્વર 11 આમ કુલ 9 ટીમો એ ભાગ લીધો હતો. મોટી સંખ્યા મા ભૂદેવો એ આ ટુર્નામેન્ટ મા ભાગ લીધો હતો. વિશ્વ વિખ્યાત કથાકાર શરદભાઈ વ્યાસ, પૂજ્ય પંકજભાઈ વ્યાસ સહીત અનેક કથાકારો એ ઉપસ્થિત રહી ને બાપાસીતારામ ગ્રુપ ને શુભકામનાઓ પાઠવી હતી. ફાઇનલ મેચ ખેરગામ અને સોમનાથ ઇલેવન ની ટિમ વચ્ચે થઇ હતી જેમા રોમાંચક બનેલી મેચ મા ખેરગામ ની ટિમ નો ભવ્ય વિજય થયો હતો. એ સંદર્ભે આજે ખેરગામ “જગદંબા ધામ” ખાતે 2024 ના પ્રથમ દિવસે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના અધ્યક્ષ સ્થાને વિજેતા બનેલી ખેરગામ ટિમ નુ સન્માન કરવામા આવ્યું હતુ. ઉપસ્થિત મોટી સંખ્યા મા ભૂદેવો એ ભોજન કરી ક્રિકેટ નો આનંદ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ મા સુંદર પ્રદર્શન કરવા બદલ ચિરાગ દવે (ખેરગામ) ને મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ થે મેચ અને ટુર્નામેન્ટ ના બેસ્ટ બેટ્સમેન ની ટ્રોફી બાપાસીતારામ યુવા ગ્રુપ દ્રારા આપવામાં આવી હતી. ચિરાગ જોષી (ખેરગામ), ભાર્ગવ દવે (ખેરગામ) દ્રારા ટુર્નામેન્ટ મા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કથાકાર મેહુલભાઈ જાની દ્રારા પણ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.વિજેતા બનેલી ખેરગામ ટિમ ને આશીર્વાદ આપતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતુ કે “યુનિટી કપ વિજેતા ખેરગામ બ્રહ્મ સમાજ ની ટિમ અભિનંદન ની અધિકારી છે”. આમ ડે નાઈટ ચાલેલા આ ભવ્ય આયોજન ને સમગ્ર વલસાડ વિભાગ દ્રારા બાપાસીતારામ ગ્રુપ ને સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા.

