ઉમરગામ તાલુકાના કાલય ગામમાં આવેલ તથા 2018થી ગામમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને શાળાના સંચાલક ભાવેશભાઈ કારભારી તથા આચાર્ય કિંજલબેન કારભારીના અધ્યક્ષતામાં યોજાયેલ કિંડર ગાર્ડન પ્રી-પ્લે ગ્રુપ શાળામાં ત્રિતિય વાર્ષિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન ઉત્તમભાઈ લક્ષ્મણભાઈ વારલી માજી સૈનિક, લોક લાડીલા વલસાડ જિલ્લાના વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખશ્રી પિયુષભાઈ શાહ, વિશ્વ હિંદુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષા ભક્તિબેન ઉપાધ્યાય (એડવોકેટ), પિનાકીન રાણાવત, નિકુંજભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા. શનિવારે યોજાયેલ કાર્યક્રમની શરૂઆત સાંજે 5:30 વાગ્યા માં કરતા સર્વપ્રથમ ઉપસ્થિત મહેમાનમાં બોર્ડર ઉપર તહેનાત રહી ભારત દેશની સેવા કરનાર માજી સૈનિક ઉત્તમભાઈને સાલ ઓઢાડી રામજીનો ખેસ પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું, સાથે પિયુષભાઈ શાહ અને ભક્તિબેન ઉપાધ્યાયને પણ પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સ્કૂલના ડાયરેક્ટર ભાવેશભાઈ કારભારીએ 40 નાના ભૂલકાં વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા, નાના બાળકોએ અવનવી વેસ્ટર્ન અને કલાસિકલ દેશ ભક્તિના ગીતો ઉપર સુંદર નૃત્ય રજૂ કરી ઉપસ્થિત વાલીગણોના મન હણી લીધા, આચાર્ય કિંજલબેન કારભારીએ છેવાડાના ગામ કાલઈમાં શૈક્ષણિક જ્ઞાન પીરસવાનો આશય જતાવી વાલીગણોને સુંદર વક્તવ્ય આપ્યું. કાર્યક્રમમાં વાલીગણો સહિત શિક્ષકો અને ગામજનોની મોટી હાજરી હતી.

