Gujarati

શાહ જે.જી.સાર્વજનિક હાઈસ્કૂલ ખતલવાડા માં આનંદમેળા નું આયોજન કરવામાં આવ્યું

Written by krishnanewsnetwork

શાહ જે.જી.સાર્વજનિક હાઈસ્કૂલ ખતલવાડા માં આનંદમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ત્રણ વાગ્યે મંત્રો ઉચ્ચાર સાથે કેળવણી મંડળના પ્રમુખશ્રી સમીરભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પંચાલ,મંત્રી શ્રી પ્રસાદ સર ઢાપરે, ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પટેલ, પંકજભાઈ લાડ, ખજાનચી તુકારામ ભાઈ માછી, સભ્ય શ્રી જે.ડી. પટેલ, ઉમરગામ એમ.એમ હાઈસ્કૂલના આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, ગ્રામજનો તથા શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવારને સાથે વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કેળવણી મંડળના તમામ સભ્યો દ્વારા રીબીન બાંધી આનંદ મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓમાં રહેલી છુપી આવડત અને આયોજન કરવાની કળા શાળાના મેદાનમાં 32 જેટલા સ્ટોલ દ્વારા નજરે ચડતી હતી. જેમાં ફાસ્ટ ફૂડ ઠંડાપીણા ફ્રુટ સલાડ,લસ્સી જેના સ્વાસ્થ્યવર્ધક સ્ટોલ ની સાથે ચાર્ટ ચટપટી,પાણીપુરી ભૂંગળા બટાકા, બાસ્કેટ પુરી, ચાઈનીઝ વાનગી તો પાવભાજી બિરયાની જેવી સ્વાદિષ્ટ વાનગીઓ નો આનંદ વિદ્યાર્થીઓની સાથે સમગ્ર ગ્રામજનોએ પણ લીધો હતો . તો વળી નાના બાળકો માટે ગેમ ઝોન નું આયોજન કરવામાં આવ્યું હતું.આમ સમગ્ર આયોજન આચાર્ય શ્રી મનોજકુમાર કે પંચાલ સુપરવાઇઝર શ્રી વલમજી એમ ભીમાણી ના માર્ગદર્શન હેઠળ શ્રીમતી ભાવનાબેન પ્રજાપતિ, શ્રી ઇશ્વરભાઇ પટેલ, હિરલબેન ત્રિવેદી,કૃપાલીબેન નાયક, નાઝમીન બેન બાદી રશ્મિબેન ભંડારી તથા 32 જેટલી સ્ટોલમાં તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના સહયોગથી આનંદ મેળા નો આનંદ સૌ લઈ શક્યા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment