Gujarati

સમસ્ત પારસી સમાજના બિરાદરો‌ ભાઈ બહેનોએ ખૂબજ‌‌ ખુશખુશાલ વાતાવરણમાં પારસી નવા વર્ષની એટલે કે યઝદે ઝરદી ૧૩૯૩ પારસી નવા વર્ષ “”નવરોઝ””ની દબદબા ભેર ઉજવણી કરી

Written by krishnanewsnetwork

સુરત : ખાસ ફરોખભાઈ કેરસી રૂવાલા દસ્તુર કુમાર બાવાજી અને અમિષા ફરોખભાઈ રૂવાલા માયાકુમાર ધ્વારા
સમસ્ત પારસી સમાજના દરેક ભાઈ બહેનોએ એક બીજાને વંશપરંપરાગત રીતે ભેટી નવા વર્ષની શુભેચ્છા નવરોઝ મુબારક પાઠવ્યા હતા
વહેલી સવારે ઉઠીને સ્નાન કરી પારસી પરંપરાગત રીતે નવા વાગા કપડાં પહેરીને દરેક પારસી બિરાદરોએ આગિયારી આતશબહેરામ જઈ આતશપાદશાહ સાહેબને ચંદન સુખડ ધરાવી એક બીજાને વંશપરંપરાગત રીતે નવરોઝ ની મુબારકબાદી પાઠવી હતી સમસ્ત પારસી વિસ્તારોમાં જોરદાર પ્રફુલ્લીત આનંદમય ખુશખુશાલી‌ ભર્યું વાતાવરણ મહેંક મહેંક થઈ જવા પામ્યું હતું
પારસી સમાજનુ ૧૩૯૩નુ આ નવું વર્ષ નવરોઝ ખૂબજ સારી રીતે ઊજવાતા આખો પારસી સમાજ ગૌરવ અનુભવતો નજરે પડ્યો હતો
પારસી સમાજના પૂર્વજોએ આપેલા વચન મુજબ સમસ્ત પારસી સમાજ દુધમાં સાકરની જેમ ભળી ગયો છે એનું વંશપરંપરાગત રીતે પાલન કરી પારસી સમાજ દેશ અને દુનિયાનુ ગૌરવ બની રહ્યો છે જેનુ આ ઉત્તમ ઉદાહરણ છે

About the author

krishnanewsnetwork

Leave a Comment