વલસાડ જિલ્લા ભાજપ મુખ્ય કાર્યાલય “શ્રી કમલ્મ” ખાતે દેશ ના ૭૭માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ એ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદના કરાવી આજના પ્રસંગે ઉપસ્થિત સહુને શુભકામનાઓ પાઠવી હતી.આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ,પ્રદેશ સંગઠન ના હોદેદારો,વલસાડ જિલ્લા ભાજપ સંગઠન,વલસાડ શહેર,તાલુકા સંગઠન ના હોદેદારો,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકા ના માજી સભ્યો,તેમજ વિવિધ મોરચાના હોદેદારો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

