
TEDxLaxmiVidyapeethઅંતર્ગત સતત ત્રીજી વાર આયોજિત તેમજ ઉર્જા અને સહકાર્યનાં મૂલ્યો તરફ દિશા સૂચક વાર્તાલાપના ભવ્ય કાર્યક્રમનું સમાપન થયું. ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ધ્વનિ ઓડિટોરિયમ ખાતેના એક દિવસીય ઉત્કૃષ્ઠ કાર્યક્રમને સફળતા પૂર્વક કાર્યાન્વિત કરવા તેમજ ‘Synergy- Together We Can Do Much’ વિષય વસ્તુને સાર્થક કરવા શિક્ષણ, વ્યવસાય, સુરક્ષા, લેખન, સોશ્યિલ મીડિયા, ઉદ્યોગ જેવા વિવિધ ક્ષેત્રે અનુભવી, તેમજ નિષ્ણાંત એવા સમાજના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેનાં ઉપક્રમે, વિભિન્ન આયામે વિશેષ કુશળતા ધરાવતા, વ્યવહારુ કાર્ય પદ્ધતિને સાકાર કરનાર તેમજ સફળતાનાં મર્મને ઓળખનારા TEDx પ્રતિનિધિ વક્તાઓ દ્વારા હૃદયસ્પર્શી અને પ્રેરક વાર્તાલાપ થયો હતો. અત્રે કાર્યક્રમને ઉત્કૃષ્ઠ અને અસરકારક કરવા તેમજ આશિષ અને પ્રોત્સાહન પૂરું પાડવા પ્રમુખ સ્થાને સુરતમાં તેમજ દેશ-વિદેશમાં પ્રચલિત લક્ષ્મી ડાયમંડના સહ-પ્રણેતા અને સહ-સંસ્થાપક એવા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી ચુનીભાઈ ગજેરા (મેનેજીંગ ટ્રસ્ટી, ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત), અતિથિ વિશેષ સ્થાને સમાજહિતના કાર્યમાં નામાંકિત એવા માનનીય વરિષ્ઠ શ્રી. રમણભાઈ પાટકર (સાંસદ ,ઉમરગામ) તેમજ વાપી ઉદ્યોગ મંડળના સેક્રેટરીશ્રી, કાર્યક્રમના પ્રયોજનમાં યોગદાન આપનાર સહભાગી ઉપરાંત લક્ષ્મી વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલની શાળા તેમજ કોલેજીસના ડાયરેક્ટર્સ, આચાર્યશ્રીઓ, વહીવટી વ્યવસ્થાપકો સહ સર્વે શિક્ષકો અને અધ્યપાકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે વક્તાઓ અને અતિથિ વિશેષના પરિચય અને સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના બાદ ઉપસ્થિત મહાનુભાવો અને TEDxવક્તાઓનાં ઉર્જાયુક્ત સમૂહના અનોખા દ્રશ્યને તસ્વીરમાં સંગ્રહિત કરવામાં આવેલ હતું.
જેનાં ઉપક્રમે વિવિધ ક્ષેત્રે કુશળ નેતૃત્વ કરનાર અને ઉન્નત સમાજના અભિયાનમાં અગ્રેસર રહેનાર છ ઉત્કૃષ્ટ વક્તાઓના પ્રેરણાદાયી વાર્તાલાપને સમગ્ર દિવસની રૂપરેખામાં સાંકળી લેવામાં આવ્યા હતા. તેઓની વિચારશૈલી, કાર્યશૈલી અને મૂલ્યોને જાણવા તેમજ માણવા વલસાડ જિલ્લાના તેમજ ગુજરાતના વિભિન્ન વિસ્તારમાંથી અલગ અલગ ક્ષેત્રના 200 થી વધુ મહત્વકાંક્ષી અને જીજ્ઞાશુ લોકો, અગ્રણીઓ, વ્યવસાયિકો, શિક્ષકો, ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ તેમજ જ્ઞાન અભિલાષીઓએ ભાગ લીધો હતો. જેમાં, શ્રેણીબદ્ધ વાર્તાલાપને મધ્યાન્તરે ભોજનવિશ્રામને અનુલક્ષી બે ભાગમાં વિભાજીત કરવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે, શિક્ષણ કાર્યમાં અવિરત 30 વર્ષથી યોગદાન આપનાર ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ 50 વર્ષ પૂર્ણ કરનાર, વૈશ્વિક સ્તરે પથરાયેલ લક્ષ્મી ડાયમંડ સુરતથી સંચાલિત અને પ્રચલિત; જેનાં, ઉદ્દભવની પ્રેરણાનો અને સાકાર પરિપ્રેક્ષ્યને ઉજાગર કરનાર વિડિઓની પ્રસ્તુતિ બાદ વક્તાઓ અને અતિથી વિશેષ મહાનુભાવોનું સ્વાગત હેતુ શબ્દો, પુષ્પગુચ્છ અને શ્રીમદ્દ ભાગવત પુસ્તકયુક્ત ગુડીબેગ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષી, પ્રમુખ સ્થાનેથી શ્રી ચુનીભાઈ ગજેરાએ સંઘર્ષ અને સફળતાના પર્યાયને સમજાવતા સહકાર્ય, સતત પરિશ્રમ, ધ્યેયલક્ષી અભિગમ દ્વારા લક્ષ્મી ડાયમંડથી શરુ થયેલી ભાઈઓના સહકાર્ય અને સાહસની યાત્રા શિક્ષણ ક્ષેત્રે “ભાર વગરના ભણતર” ના પ્રસાર અને વિસ્તાર હેતુ આગળ વધતા રહી TEDx અને લક્ષ્મી વિદ્યાપીઠના સંયુક્ત પ્રયાસના પ્રેરક વિચાર સાથે લોકહિતના કાર્ય અને સમાજ ઉથ્થાનની દીશામાં ઝંપલાવ્યું તે બાબતે નિર્દેશ કર્યો. તેઓએ તે સાથે અત્રે ઉપસ્થિત TEDxના પ્રતિનિધિ વક્તાઓને, અતિથિ વિશેષ મહાનુભાવો, સ્પોન્સર્સ, આયોજકો તેમજ શ્રોતાઓને બિરદાવતા સમાજહિતના આ યજ્ઞમાં તેમની ઉપસ્થિતિ માટે અભિવાદન કર્યા.
અત્રે કાર્યક્રમનાં પ્રયોજક લક્ષ્મી ડાયમંડ તેમજ ગજેરા ટ્રસ્ટ ઉપરાંત ટ્રસ્ટના અભિન્ન ‘સુનિતા મેકર્સ સ્પેસના’ માધ્યમથી અવિરત બાળવિકાસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, કેમ્પસ ખાતે TEDx પહેલ કરનાર સ્વપનદ્રષ્ટા એવા, મિસ કિંજલબહેન ગજેરા દ્વારા પ્રેરિત, 2018માં “One Happiness”, 2019માં “Echo” બાદ કોવીડ-19ના અંતરાલને ઓળંગી 2023માં ફરી “synergy: Together We Can Do So Much” ના વિચાર સાથે ગતિશીલ TEDxLaxmiVidyapeethની યાત્રાનો ઉદેશ્ય અસાધારણ શક્યતાઓની ઉજવણી કરવી; લોકોના વિચારો, પ્રતિભા અને જુસ્સાને એક સામાન્ય ધ્યેય તરફ દિશા આપવી, ને સાથોસાથ, પરિવર્તનને પ્રેરણા તેમજ પ્રેરકબળ આપી વ્યક્તિઓને તેમના સમુદાયોમાં રહી સકારાત્મક અસર ઊભી કરવા માટે સશક્તિકરણ કરવા તરફ છે; કે જેથી, સમાજમાં સુખના રસ્તે અર્થપૂર્ણ પરિવર્તન દ્વારા “’સ્પ્રેડિંગ વન હેપ્પીનેસ’, ‘નેટવર્ક દ્વારા ક્ષમતા વધારવી’, ‘સમાજનું ઉત્થાન’, ‘સમસ્યાઓના ટકાઉ નિરાકરણો મેળવવા’ તેમજ ‘શીખો, ફરીથી શીખો અને વિકાસ કરો'” જેવા મૂલ્યોની સાર્થકતામાં સમાવિષ્ટ કરી શકાય; જેનું લક્ષ્ય પ્રેરણાદાયી ચર્ચા દ્વારા ઉર્જાના વિકાસનાં પોષણમાં પ્રેરણાનું સિંચન કરવામાં હતું. 1984માં ટેક્નોલોજી, એન્ટરટેઈનમેન્ટ અને ડિઝાઈનના એકિકૃતના હેતુથી એક પરિષદ તરીકે શરુ થયેલ થયેલ TED આજે વિશ્વવ્યાપી સમુદાયો અને વિજ્ઞાન અને વ્યવસાયથી લઈને શિક્ષણ, કળા અને વૈશ્વિક મુદ્દાઓ સુધીની દરેક વસ્તુની શોધખોળ કરતી પહેલનો સમૂહ ધરાવે છે. જેમાં દેશ-વિદેશના તેમજ કોઈપણ સમુદાય, જૂથ, વર્ગ તેમજ આયુના વ્યક્તિઓ પોતાના અનુભવની વાત કરવા આગળ વધતા હોય છે.
કાર્યક્રમના હિતને સાર્થક કરવા વક્તા સ્થાને બહુવિધ ક્ષેત્રે આયોજનપૂર્વકની કાર્યશૈલી અને ક્ષમતાને સાર્થક કરનાર, સમાજ અને ઉદ્યોગ જગતનાં વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં અનેરું યોગદાન પૂરું પાડનાર, નામાંકિત લીડર્સની હરોળમાં સ્થાન મેળવનાર; ઉધોગ અને કોર્પોરેટ જગતમાં વ્યૂહાત્મક કાર્યશૈલીથી નેતૃત્વ કરનાર, પ્રોફેશનલ્સ, સુરક્ષા દળ વગેરે ક્ષેત્રે નિપુણ 6 જેટલા મહારથીઓએ વાર્તાલાપની શૃંખલામાં પ્રેરક અને જીવન ઉપયોગી વાતો શેર કરી હતી. પ્રથમ વક્તવ્યમાં, પોલીસ આર્મ્ડ ફોર્સના ઉચ્ચ પદેથી વિશ્વ સ્તરે માર્ગદર્શક કમ તાલીમ નિયોજનના અનુભવી, પ્રથમ મહિલા પરામર્શ કેન્દ્રની ઇન્દોર ખાતે 1994માં નીવ નાંખનાર, સાયબર સિક્યુરિટીના ક્ષેત્રે તજજ્ઞ તેમજ જે વિશે લેખન કાર્ય દ્વારા જનજાગૃતિનો પ્રસાર કરતા રહી, “પ્રોજેક્ટ સાયકોપ” માટે FICC SMART Policing એવોર્ડથી 2022માં સન્માનિત એવા ડો વરુણ કપૂરજીએ અત્રે “Phishing” અંતર્ગત મોબાઈલનો ઉપયોગ અને તેનાથી ઉભા થતા સાયબર ક્રાઇમના દ્રસ્ટાંતના માધ્યમથી જરૂરી તકેદારી તેમજ કાનૂની કાર્યવાહી અંગે વિગતે સ્પષ્ટીકરણ કર્યું. બહુવિધ શૈલીના લેખિકા તેમજ લિટવોઇસ મેગેઝીનના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક તેમજ સાહિત્યિક ક્ષેત્રે ઝળહળતા મિસ અગ્રતા શુક્લાએ દ્વિતિય વક્તવ્યમાં માઇન્ડફુલનેસની શક્તિ અને મહત્વ પર ચર્ચા કરી. આ ઉપરાંત, 250 જેટલી ટોકનો પોર્ટફોલિયો અર્જિત કરવા સાથે હાર્વર્ડ પ્રતિનિધિ તેમજ સલાહકાર તરીકે ખ્યાતિ મેળવનાર શ્રી રિષભજી સિંઘનો વક્તવ્ય શ્રેણીમાં સમાવેશ થયેલ હતો. મધ્યાન્તર બાદ અનુક્રમના વક્તવ્યમાં 12 જેટલી ઇન્ટરનેશનલ પુસ્તકો સાથે 32 પેટન્ટ પુસ્તકો મળી કુલ 42 પુસ્તકો પ્રસિદ્ધ કરવા સાથે “સોલ્યૂશન માસ્ટર ક્રક્સ” પુસ્તક 203 દેશોમાં થઈને 400 મિલિયન જેટલા વાંચકો સુધી પહોંચનાર મેનેજમેન્ટમાં પી.એચ.ડી. ની ડિગ્રિ ધરાવનાર લોકપ્રિય લેખક ડો આશિષ મનોહરજી જરૂરિયાત અને લાલસાથી ઉદ્ભવતા સેવાભાવ અને યુધ્ધવૃત્તિ વચ્ચે ઝઝૂમતા માણસની વાત કહી હકારાત્મક સહકારી દ્વારા ગતિમાન વિશ્વમાં સંવાદિતા પર ભાર મુક્યો. ત્યારબાદ પાંચમા વક્તવ્ય દરમિયાન, કારકિર્દી, જીવન અને માર્ગર્દશન સંદર્ભે લીડ ટ્રેનર તરીકે 500 જેટલા કાર્યક્રમ કરનાર એવા હેપ્પીનેસ એમ્બેસેડર શ્રીમતી દેબોલીના મિશ્રા એ પોતાના વકતવ્ય દ્વારા સુખ અને પૂર્ણતાની અનુભૂતિ માટે આંતરિક તેમજ બાહ્ય તત્વો વચ્ચે સંવાદિતા ઉભી કરવા નિર્દેશ કર્યો. આખરે, વિડિયો માર્કેટિંગ ટ્રેનર તરીકે કાર્યરત તેમજ ઓનલાઇન બ્રાન્ડિંગ એક્સપર્ટની ખ્યાતિ મેળવવા સાથે 2018માં યુટ્યુબ મુંબઈ ફેન ફેસ્ટના પ્રથમ એજ્યુકેશનલ ઍજ્યુકેટર તરીકે ઉભરી આવનાર શ્રી અમરેશ ભારતી એ લેખનની કળા વિકસાવવા માટે જરૂરી મુદ્દાઓની અને તકનીકની ચર્ચા કરી હતી.
અત્રે વિષયવસ્તુને સાકાર કરવામાં બહુવિધ પ્રતિભાના નિષ્ણાંત વક્તાઓએ પ્રેરક અને રોમાંચક શૈલીથી પ્રભાવ ઉભો કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ અને પ્રેરિત કાર્ય હતા. વિવિધ ક્ષેત્રને સાંકળી પ્રગતિના આયામ કેવી રીતે પાર કરવા, વર્તમાન સમયને ઝંઝોળતી નીતનવી સમસ્યાઓ સામે તકનીકી અને વૈચારિક નિવારણની પદ્ધતિ તેમજ સમુહકાર્યની અતુટ વ્યવસ્થાના માધ્યમથી નવીનતમ ઉર્જાની અનુભૂતિ કરવા સાથે અદભુત પરિણામોની પ્રાપ્તિ દ્વારા વ્યક્તિ, કુટુંબ, સમાજ અને દેશ તેમજ વૈશ્વિક ફલક પરનાં દરેક પરિપ્રેક્ષ્યમાં સુખના રસ્તે અર્થપૂર્ણ પરિવર્તન લાવી વ્યક્તિગત અને સામાજિક ક્ષમતા વધારવા તેમજ બળ પૂરું પાડવાનાં સ્તર સુધી પહોંચવાના હેતુના પ્રયાસનો પ્રભાવ આજરોજ લક્ષ્મી વિદ્યાપીઠના ધ્વનિ ઓડિટોરિયમ ખાતે વિદ્યમાન સહુ કોઈના ચહેરા પર ઝળકી રહ્યો હતો.
અંત્રે બિરાજમાન વક્તાઓ, સંસ્થાના ટ્રસ્ટીશ્રી, નિમન્ત્રિત અતિથિ વિશેષ અને મહેમાનો, કાર્યક્રમના સહભાગી, શ્રોતાગણ તેમજ કાર્યને પ્રવૃતિશીલ રહી કાર્યક્રમના આયોજનમાં યોગદાન આપનાર ટિમ, વોલ્યુન્ટર્સ શિક્ષકો અને વિધાર્થીઓના સૌના સહયોગકાર્ય, પરીશ્રમ તેમજ નિર્ણાયક ભૂમિકા માટે કેમ્પસ વતી આભાર વ્યક્ત કરતા કોલેજના ડાયરેક્ટર શ્રી ડો બસાવરાજ પાટીલએ વિશ્વાસ દર્શાવ્યો કે લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામના આંગણે સતત ત્રીજી વખત TEDxનું આયોજન, ટ્રસ્ટીશ્રી દ્વારા મળતી પ્રેરણા અને પીઠબળ, વલસાડ જિલ્લા તેમજ તાલુકાના વરિષ્ઠ અગ્રણીઓનો સમાજના ઉથ્થાન માટે સહયોગ તેમજ સંકુલના સૌ સ્ટાફ સભ્યોની મહેનત વિકાશના કાર્યમાં એક નવું આયામ પ્રાપ્ત કરશે ને સાથે આસપાસમાં વસતા સૌ કોઈ માટે લાભદાયી અને પ્રેરક પુરવાર થશે. તે સાથે આવા વિકાસલક્ષી કાર્યક્ર્મોંનું આયોજન થતું રહે એવી આશા વ્યક્ત કરતા ફરી સૌ માટે આભારની લાગણી વ્યક્ત કરી.
આભારવિધી બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન જાહેર કરાયા બાદ સૌ કોઈમાં વક્તાઓ સાથેની વ્યક્તિગત મુલાકાત, ગોષ્ઠી અને ફોટોગ્રાફીથી યાદોને કેદ કરવાની ક્રિયામાં અનેરો ઉત્સાહ અને ઉર્જાનું સંચારણ જોવા મળી રહ્યું હતું. કાર્યક્રમની વિશેષ માહિતી https://tedx.laxmi.edu.in/ લિંક પર ઉપલબ્ધ રહેશે.

