Gujarati

વરાછાના વેપારીઓનો હીરાનો માલ લઇ ભાગી જનાર દલાલને તમામ હીરાના મુદ્દામાલ સાથે રાજસ્થાન ના પુષ્કર ખાતેથી પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર

વરાછા પોલીસ સ્ટેશન ગુ.ર.ન. ૧૧૨૧૦૦૬૦૨૩૧૦૩૭/૨૦૨૩ ધી ઇ.પી.કો. કલમ ૪૦૯,૪૨૦ મુજબના કામે આરોપી હર્ષીતભાઇ ઉર્ફે હરીભાઇ ભરતભાઇ વિરાણી રહે, બી/૬૦૧, સારથી એવેન્યુ સુમેર સ્કાયની સામે મોટા વરાછા સુરત નાઓ ફરીયાદી શૈલેષભાઇ દેવરાજભાઇ ઇટાલીયા તથા બીજા ઘણા બધા વેપારીઓને વિશ્વાસમાં લઇ હીરા દલાલી ઉપર વેચાણ સારૂં તૈયાર હીરા મેળવી થોડોક સમય હીરા વેચાણ કરી પેમેન્ટ કરી આપી ફરીયાદીશ્રી તથા અન્ય વેપારીઓનો ભરોષો કેળવી ઉંચા ભાવે વેચાણ કરી સારો ભાવ અપાવવાના બહાને સમયસર પેમેન્ટ કરી આપવાનો ભરોષો આપી ફરીયાદીશ્રી પાસેથી હીરાના વેચાણના પેમેન્ટ પેટેના રૂ.૧૯,૦૬,૧૭૦/- તથા તૈયાર હીરાના બે પેકેટ (૧) ૮૧.૪૦ કેરેટ કુલ રૂ.૪,૮૮,૪૦૦/- (૨) ૫૩.૯૨ કેરેટ કુલ રૂ. ૩,૨૩,૦૦૦/- નો મળી કુલ રૂ.૨૭,૧૭,૫૭૦/- તથા અન્ય વેપારીઓના હિરાના તથા હિરાના પેમેન્ટના મળી કુલ રૂ.૧,૨૮,૧૯,૫૭૩/- મળી કુલ રૂ.૧,૫૫,૩૭,૧૪૩/- ની મત્તાના હીરા વેચાણ સારૂ મેળવી તેમાંથી અમુક વેપારીની હિરા વેચી તે નાણા કે હિરા પરત નહીં આપી ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરી વરાછા મીનીબજાર માનગઢ સરદાર માર્કેટ સમજુબા સેફમાંથી જોખમ લઇ પોતાનો ફોન બંધ કરી નાશી ગયેલ.

જે ગુના સંબધે આરોપીને પકડી પાડી ગુનાનો મુદ્દામાલ શોધી કાઢવા સારૂ મે.પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર-૧ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન-૧ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી-ડિવીઝન સુરત શહેર નાઓએ સુચના આપેલ હોઇ. જે આધારે ગુનાની ગંભીરતા તથા વેપારીઓની પીડાને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન ગાબાણી વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પો.સ.ઇ. એ.જી.પરમાર સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટીલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સદર આરોપી હર્ષીત ઉર્ફે હરીભાઇ ભરતભાઇ વિરાણી નાઓ પોતાના ઘરેથી મોબાઇલ ફોન બંધ કરી નાશી ગયેલ અને પોતાનો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો ન હોઇ અને પોતાના ઘરના સભ્યો સાથે પણ ઘણા સમયથી સંપર્ક કરેલ ન હોવાથી આરોપી હર્ષીત ઉર્ફે હરીભાઇ ભરતભાઇ વીરાણી નાઓની મોબાઇલ નંબરોની અ.હે.કો. કાનજીભાઇ જીવણભાઇ બ.ન, ૧૦૭૨ તથા અ.હે.કો. રવિરાજસિંહ તારસંગભાઇ બ.નં. ૯૨૩ નાઓએ ટેકનીકલ સોર્સીસ આધારે આરોપી હર્ષીત ઉર્ફે હરી ભરતભાઇ વિરાણી નાઓ રાજસ્થાન પુષ્કર ખાતે હોવાનુ જણાય આવતા તાત્કાલીક એક ટીમ અ.હે.કો. જગદીશભાઇ ગેલાભાઇ બ.નં. ૧૧૫ તથા અ.પો.કો. જીગ્નેશભાઇ નાનજીભાઇ બ.નં. ૧૨૯૪ તથા અ.પો.કો.સંજયભાઇ ભગવાનભાઇ નાઓને રાજસ્થાન પુષ્કર ખાતે ટીમ મોકલી તપાસ કરાવતા પુષ્કર ખાતે જોસ્ટેજ હોટલમાંથી ઝડપી પાડી અત્રે વરાછા પોલીસ સ્ટેશન લઇ આવી આરોપી પાસેથી ફરીયાદીશ્રી તથા સાહેદોના અલગ અલગ ભાવના હીરાનો કુલ્લે રૂ.૧,૧૫,૦૪,૧૦૦/- તથા રોકડા રૂ.૨,૪૭,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિંમત રૂ. ૩૦,૫૦૦/- મળી કુલ્લે રૂ. ૧,૧૭,૫૪,૧૫૦/- ની મત્તાનો માતબાર રકમના મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment