Article

જીવનસાથી કોણ?

Written by krishnanewsnetwork

નેશનલ એથ્લેટ દર્શના પટેલ કહે છે કે..તમારું જીવનસાથી કોણ છે? ખૂબ જ મહત્વનો સવાલ છે. મા ,પિતા ,પત્ની, પુત્ર ,પતિ, પુત્રી, મિત્ર જો તમે એવું વિચારો છો. તો એ નથી. એ ભ્રમમાં જીવો છો. તો તમારે સમય સાથે સંભાળીને ચાલવાની જરૂર છે .હકીકતમાં તમારું જીવનસાથી તમારું શરીર છે. એક વખત તમારું શરીર પ્રતિકારક કરવાનું બંધ કરી દેશે. તો કોઈ જ તમારી સાથે નહીં હોય .જન્મથી મરણ સુધી તમે અને તમારું શરીર એક સાથે રહો છો .તમે તમારા શરીર સાથે શું કરો છો. તે તમારી જવાબદારી છે. અને તે તમારી સાથે પાછું આવશે. જેટલું વધારે તમે તમારા શરીરને સાચવશો .એટલું જ એ તમને સાચવશે .તમે શું ખાવ છો ?તમે ફિટ રહેવા માટે શું કરો છો ?તમે તણાવ થી દૂર રહેવા માટે શું કરો છો? તમે તમારા શરીરને કેટલો આરામ આપો છો? કેટલું એને કામમાં લો છો .એ તમારું શરીર નક્કી કરશે. અને પ્રતિક્રિયા કરશે .યાદ રાખો તમારા શરીર ને તમારા સિવાય કોઈ સમજી નહિ શકે. તમારું શરીર તમારી જવાબદારી છે. તમે જ એના સાચા જીવનસાથી છો. એટલે હંમેશા સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો. પૈસા આવે છે. ને જાય છે .સંબંધી અને મિત્રો સ્થાયી નથી. તમારા સિવાય તમારી કોઈ મદદ નહીં કરી શકે .તમે જ તમારા જીવનસાથી છો .આ એક કડવું સત્ય છે. જ્યાં સુધી તમે સ્વસ્થ છો .બધાને સારા લાગશો. જ્યારે તમારા શરીર રે તમારો સાથ છોડ્યો .તમે જે લોકો ના પ્રિય હતા .એ બધાને બોજ લાગશો .પછી ભલે તમે એમના કે એ તમારા ગમે તેટલા પ્રિય કેમ ના હોય. એટલે સમય છે. હજુ પોતાના શરીર પર ધ્યાન આપો. સારું વિચારો સાદું જીવન અને ઉચ્ચ વિચારો અપનાવો .ધ્યાન મન માટે. યોગાસન દિલ માટે .વધારે ચાલવાનું રાખો. સારું ખાઓ જેમાં ફળ, અંકુરીત કઠોળ ,શાકભાજી નો સમાવેશ કરો. આત્માના માટે શુદ્ધ વિચારો અપનાવવા. અને છેલ્લે આ દુનિયા માટે સારા કામ કરીએ. પોતાનું ધ્યાન રાખો. હંમેશા સ્વસ્થ રહો મસ્ત રહો.

લેખિકા – દર્શના પટેલ (નેશનલ એથ્લેટ ) અમદાવાદ

About the author

krishnanewsnetwork

Leave a Comment