બ્રહ્માકુમારીઝની યુથ વિંગ દ્વારા G20 તળેના Y20 કાર્યક્રમ શ્રેણીનું આરોગ્ય, સુખાકારી અને રમત-ગમતના આશયથી યુવાનો માટે આયોજન કરવામાં આવે છે.આ અંગે માહિતી આપતા ડૉ રાજેશ ભોજક અને બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યાનુસાર બ્રહ્માકુમારીઝ- મહાદેવનગરની યુથ વિંગ દ્વારા તા ૩૦ જુલાઈના રોજ ખાસ મિડીયા કર્મચારીઓ માટે વેલનેસ કાફેનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મીડિયાના પત્રકાર, એડિટર માર્કેટિંગ,ઇવેન્ટ, ટીવી, ફોટોગ્રાફી, રેડિયો વગેરે ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ભાગ લીધો હતો. ટેબલના ફરતે બેસીને વિવિધ મિડીયા પરસન્સ દ્વારા ચર્ચા,સંવાદ, ચિંતન,મંથન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
ત્યારબાદ આદરણીય રાજયોગીની ચંદ્રિકાદીદીજી દ્વારા આશીર્વચન, બી.કે. વિવેક ભાઈ દ્વારા સંકલ્પ ,મીડિયાના અમીબેન દ્વારા પ્રસંગ પ્રતિભાવ અને ડૉ.રાજેશ ભોજક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મેડિટેશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ પરમપિતા પરમાત્મા શિવબાબાની યાદમાં ઈશ્વરીય પ્રસાદ સ્વરૂપ બ્રહ્માભોજનનો ખૂબ જ પ્રેમપૂર્વક સ્વીકાર કરેલ અને આદરણીય દીદીજીના શુભ હસ્તે તમામ મિડીયા કર્મીઓને પ્રભુના ઘરની યાદગીરીરૂપ સોગાત/ભેટ આપવામાં આવી હતી. અંતે ઉપસ્થિત સૌએ બ્રહ્માકુમારીઝ મહાદેવનગર સબઝોન, અમદાવાદના નિયામક આદરણીય રાજયોગીની ચંદ્રિકા દીદીજી સાથે ગ્રુપ ફોટો સેશનમાં ભાગ લીધેલ. આ વેલનેસ કાફે ખાસ કરીને યુવા મીડિયા પ્રોફેશનલ્સ માટે આયોજિત કરવામાં આવેલ. સૌના પ્રતિભાવને ધ્યાને લઇ ભવિષ્ય માં આ પ્રકારના કાર્યક્રમોના આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ.

