Gujarati

કપરાડા તાલુકાના વડોલી પંથકમાં ધર્માંતરણ અને નક્સલવાદ ની ગતિવિધિમાં વધારો થતા વલસાડ કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યો

Written by krishnanewsnetwork

 વલસાડ જિલ્લાના છેવડાના વિસ્તાર ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં વધતાં જતા ધર્માંતરણ અને નક્સલવાદ ની ઘટનાઓ અંગે કપરાડાના વડોલીના સ્થાનિક આગેવાનો તથાએ વલસાડ કલેકટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેનાથી ભારતના વડાપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યના ગ્રહરાજ્ય પ્રધાન ને આવેદનપત્ર ની નકલો મોકલી કાર્યવાહી ની માંગણી કરી છે.વલસાડ વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ મંત્રી વિજય ગોયલ, વલસાડ જિલ્લા ધરમજાગરણ વિભાગના પ્રમુખ પરિમલ ગરાસીયા ના આગેવાનીમાં સ્થાનિક વડોલી ના અગ્રણીઓ ઉત્તમભાઈ, ચેન્દરભાઈ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામજનોએ આપેલા આવે છે આવેદનપત્રમાં જણાવાયું છે કે રામદાસ રામુ ગહલા, કાશીનાથ શૈલી પાહુ, મંગળુ રાજારામ ગાંવિત, નવરાતી ગોપાલ ગાંવિત, દશરથ ગોપાળ ગાંવિત, સુમિત્રા રામો ગાંવિત અને સીતારામ રામદાસ ગહલા એ ગેરકાયદેસર ૬ દેવળો (ચર્ચો) બનાવી સ્થાનિક કક્ષા એ ધર્માંતરણ કરી રહેલા છે તેમજ નક્સલવાદી પ્રવૃતિઓ કરી રહેલા છે જેની સામે કડક અને મક્કમ કાર્યવાહીની માગણી કરેલ છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ લોકો હિન્દુ આદિવાસી સમાજના કાર્યક્રમોની વિરૂદ્ધ કાર્યવાહી ઝગડો ઊભો કરતાં હોય છે તેમજ આખા ગામને ખ્રિસ્તી બનાવવાની વાતો કરે છે હવે ગામમાં એક અલગ શમશાન ભૂમિની માગણી કરી છે.આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે માંડવા, પેનઢરદેવી, વડોલી વગેરે ગામોમાં 20 20 ફૂટના ક્રોસ જંગલ ખાતાની જમીનોમાં લગાડી દીધા છે છતાં જંગલ ખાતું કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી. ધરમપુર તાલુકાના ટુરિઝમ કોરવડ માં માં પણ મોટા મોટા ક્રોસ જંગલ ખાતાની જમીનમાં લગાડી દીધા છે. આ વિસ્તાર અમારા વડોલી પાસે આવેલ છે.સરકાર જો આ ધર્માંતરણ અને નક્સલવાદી પ્રવૃતિઓ સામે ના કરે તો એક દિવસ સમગ્ર આદિવાસી સમાજ નક્સલવાદી પ્રવૃતિઓમાં દેખાશે.

About the author

krishnanewsnetwork

Leave a Comment