Gujarati

નારગોલ ગામના દરિયા કિનારે મૃત વહેલ માછલીના અવશેષો તણાઈ આવ્યા:ગ્રામ પંચાયત નારગોલ સરપંચ દ્વારા સામાજિક વન વિભાગને જાણ કરવામાં આવી

Written by krishnanewsnetwork

નારગોલ ગામના દરિયા કિનારે રાત્રિ દરમિયાન ભરતીના પાણી સાથે મહાકાય વહેલ માછલીના અવશેષો તણાવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરતા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા સામાજિક વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અમિતભાઇ ટંડેલને ટેલીફોનિક જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ દરિયા કિનારે તણાઈ આવેલ વહેલ માછલીના અવશેષોને દરિયા કિનારેથી હટાવા માટેની જરૂરી પ્રક્રિયા હાથ ધરી હતી. લગભગ 25 ફૂટ જેટલી લાંબી વહેલ માછલીનું જડબા સહિત ખોળિયુ નારગોલના ચોર તલાવડી વિસ્તારના દરિયા કિનારે સંપૂર્ણ કોવાયલી હાલતમાં આવતા દરિયા કિનારે લોકોના ટોળેટોળા વહેલ માછલીના અવશેષો જોવા માટે જોવા મળ્યા હતા. આ પ્રકારની વહેલ માછલી બે વર્ષ પહેલા નારગોલના દરિયા કિનારે મળી આવી હતી જેનું વેટરનરી ડોકટર દ્વારા પી.એમ કરાવી મૃત માછલીનો નિકાલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બે વર્ષની અંદર ત્રણ જેટલી મૃત ડોલ્ફિન પણ દરિયા કિનારે મળી આવવાના બનાવો બન્યા છે.
ઉમરગામ તાલુકામાં ખાસ કરીને ચોમાસા ઋતુમાં દરિયાની ભરતી સાથે વહેલ માછલી તેમજ ડોલ્ફિન સહિત અનેક જીવસૃષ્ટિ મૃત હાલતમાં મળી આવતી હોય છે જેને લઇ પર્યાવરણ પ્રેમીમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment