Gujarati

વાપી GIDC પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આશીષ અમરનાથ પાલ અને વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સાગર રણજીતભાઇ ડોડીયા એ.સી.બી.એ લાંચ લેતા ઝડપી પડ્યા

Written by krishnanewsnetwork

ACB એ વધુમાં જણાવ્યું હતું કે, લાંચ આપવા નહિ માંગતા ફરિયાદીએ ACB માં ફરિયાદ કરતા ACB PI કે. આર. સક્સેનાએ સ્ટાફ સાથે મળી છટકું ગોઠવ્યું હતું. જેમાં મૂળ UP નો અને હાલમાં વાપીના ચંડોર ગામે રહી GIDC પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા આશીષ અમરનાથ પાલ અને વાપી GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા મૂળ રાજકોટના અને વાપી પોલીસ લાઈનમાં રહેતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ સાગર રણજીતભાઇ ડોડીયા લાંચની રકમ સ્વીકારી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરતા હતા ત્યારે ઝડપી પાડ્યાં હતાં.
બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરૂપયોગ કરી ગુન્હો કર્યો હોય ACB એ બન્નેની અટક કરી છે. તેમજ બન્ને વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ના મુખ્ય કાયદામાં સુધારો 2018 ની કલમ- 7(a), 12, 13(1)(એ) તથા 13(2) મુજબ આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment