ચોમાસાની ઋતુ દરમ્યાન આરોગ્યલક્ષી સાવચેતીની પૂર્વ તૈયારીના ભાગ રૂપે સુરત જીલ્લા આરોગ્ય શાખાના એપીડેમીક વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલના અધ્યક્ષસ્થાને નવી સિવિલ હોસ્પિટલ, PSM હૉલ ખાતે લેપ્ટોસ્પાયારોસીસ અને સ્નેકબાઇટ ટ્રીટમેન્ટ (સર્પદંશ સારવાર) અંગેની તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં RCH અધિકારીશ્રી, જિલ્લા EMOશ્રી, એપીડેમિયોલોજિસ્ટે સુરત જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તથા પ્રા.આ.કેન્દ્ર, શ.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓ ઉપરાંત પ્રાઈવેટ હોસ્પિટલના મેડિકલ ઓફિસરશ્રીઓને લેપ્ટોસ્પાયરોસીસ અંગેની તાલીમ આપવામાં આવી. આ ઉપરાંત સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ વલસાડથી ઉપસ્થિત રહેલા ડો.ડી.સી.પટેલ દ્વારા સુરત જિલ્લાના ઉપસ્થિત રહેલા તમામ મેડિકલ ઓફિસરશ્રીઓને સ્નેકબાઇટ ટ્રીટમેન્ટ (સર્પદંશ સારવાર) અંગેની તાલીમ આપવામાં આવી. આ અવસરે EMO શ્રી ડો. કૌશિક પટેલ તથા ડોકટરશ્રીઓ, આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

