Gujarati

ધરમપુર માં સીસી ટીવી કેમેરા નો શુભારંભ અને પોલીસ લોકદરબર નું આયોજન થયું

Written by krishnanewsnetwork

ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા શ્રી ના અધ્યક્ષ સ્થાને ધરમપુર માં PSI શ્રી પ્રજાપતિની હાજરીમાં  લોક ભાગીદારી થી લગાવવામાં આવેલ CCTV કેમેરા નો શુભારંભ અને સાથે જિલ્લા પોલીસ વડા શ્રી અને DYSP શ્રી દ્વારા લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
મોટીઢોલ ડુંગરી ગામ ના આદિવાસી ગરીબ કુટુંબ નો દીકરો શાહીલભાઈ દિલીપભાઈ પટેલ જે વલસાડ તિથલ ખાતે ની રોયલ હોટલ માં નોકરી દરમ્યાન મૃત હાલતમાં (ગળા માં દોરી વડે ફાંસીની હાલત) માં તા.05/04/2023 ના દીને મળી આવેલ હોય અને એમના પિતા દ્વારા આશંકા હોવાની જિલ્લા પોલીસ વડાશ્રી ને રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી દ્વારા એમાં યોગ્ય તપાસ કરી સાચી માહિતી અને આ આદિવાસી પરિવાર ને ચોક્કસ ન્યાય માટે નિષ્ફળ તાપસ કરશે. પોલીસ વડાએ જણાવ્યું હતું  કે નાનામાં નાનો માણસ કોઈ પણ આગેવાન ની ભલામણ વગર ક્યારે પણ પોતાની ફરિયાદ  પોલીસ ને કરી શકશે.ધરમપુર તાલુકા માં લગાવવામાં આવેલ ધરમપુર પોલીસ અને PSI શ્રી પ્રજાપતિ સાહેબ ની આ સરાહનીય કામગીરી ને બિરદાવી હતી.

About the author

krishnanewsnetwork

Leave a Comment